Gir Somnath : લોકોના પ્રશ્નો-ફરિયાદો કે રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ ઉકેલ મળી શકે તે હેતુસર જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે તા.25/07/2024 ના રોજ જિલ્લા કક્ષાનો “સ્વાગત”‘ (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ’ યોજાયો હતો.
જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેડા ગામના અરજદાર શ્રી માલાભાઈ ઉકાભાઈ વાઢેળની કરેલ અરજીની વિગતો અનુસાર કરેડા ગામ મુકામે મફત પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલ બિનઅધિકૃત ઓટીઓ, દિવાલ, શૌચાલય/બાથરૂમ તેમજ મકાનની સીડી જેવા બાંધકામ કરી દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવ્યાં હતાં.
આ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરની સૂચના અન્વયે તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયત કરેડા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી કરેડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી કોડીનાર તથા તેમની ટીમ દ્વારા કુલ 492 ચો.મી. તથા અંદાજિત રૂ. 2,46,000ની કિંમતનું બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં
આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ
આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
