Gujarat News/ ડિજીટલ અરેસ્ટનો ભોગ હવે સરકારી અધિકારી જ બન્યા : મુંબઇ પોલીસના નામે રૂ. 36.63 લાખ

ડિજિટલ ધરપકડના નામે લોકોને પૂછપરછ માટે વીડિયો કોલ પર વાત કરવાનું કહેવામાં આવે છે.

Top Stories Gujarat

Gujarat News : ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ છાશવારે બની રહી છે ત્યારે સરકારના અધિકાર જ ડિજીટલ એરેસ્ટનો શિકાર બની ગયા હતા. જેમાં કંડલા પોર્ટના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડિજીટલ એરેસ્ટનો શિકાર બન્યા હતા. જેમાં મુંબઈ પોલીસ બનીને ગઠિયાઓએ ડિજીટલ અરેસ્ટ કરી રૂ. 36.63 લાખ પૈસા પડાવ્યા હતા. ત્યારે આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ મોબાઈલ ધારકો વિરુધ્ધ ગુનો નોંધાયો છે.

કૌભાંડની આ નવી પદ્ધતિમાં સાયબર ઠગ લોકોને ઓડિયો અથવા વીડિયો કૉલ કરીને AI જનરેટેડ વૉઇસ અથવા વીડિયો કોલ દ્વારા અને પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ કરીને, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB), સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અધિકારીઓ અથવા કસ્ટમ અધિકારી હોવાનો દાવો કરે છે. સાયબર ઠગ લોકોને ફસાવવા માટે ઘણી યુક્તિઓનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે, સાયબર ઠગ્સ પીડિતને કહે છે કે તમે ચાઇલ્ડ પોર્ન જોયું છે અથવા તમારા આધાર કાર્ડ નંબર, પાન નંબરનો ડ્રગ બુકિંગ કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પછી ડિજિટલ ધરપકડના નામે લોકોને પૂછપરછ માટે વીડિયો કોલ પર વાત કરવાનું કહેવામાં આવે છે. મોટા ભાગના કિસ્સાઓમાં સાયબર ઠગ્સ પોલીસ સ્ટેશન જેવું સેટઅપ બનાવે છે અને પોલીસ યુનિફોર્મમાં બેસી જાય છે, જેના કારણે લોકોને બધું વાસ્તવિક લાગે છે. સાયબર ઠગ લોકોને ધમકી આપે છે કે જો તેઓ સમગ્ર તપાસ દરમિયાન તેમના પરિવાર કે મિત્રોને આ વિશે જણાવશે તો તેમને ગંભીર પરિણામો ભોગવવાં પડશે.

આ રીતે સાયબર ગુનેગારો લોકોને કલાકો સુધી ડિજિટલ સ્પેસમાં કસ્ટડીમાં રાખે છે.આ ઠગ ટોળકી આઇકાર્ડ દેખાડે છે અને કડકડાટ અંગ્રેજીમાં વાત કરે છે. જે પણ એજન્સીના અધિકારીને કૉલ ટ્રાન્સફર કરે છે તેના બેકડ્રોપ પર એજન્સીનો લોગો દેખાય છે. સાયબર તપાસ સાથે જોડાયેલા એક અધિકારી અનુસાર ખૂબ જ શિક્ષિત, ઉચ્ચ પદ પર રહેલા તેમજ નિવૃત્ત લોકો કાયદાનું સન્માન વધુ કરે છે. તેઓ આ સાયબર ગુનેગારોને અસલી અધિકારી માની બેસે છે. જ્યારે દેશમાં ફોન પર આવી તપાસ કે પૈસા ટ્રાન્સફર કરવાની કોઇ જોગવાઇ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા

આ પણ વાંચો:ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલના ઘરની બહાર PCR વાન પર હુમલો,પરિવારને જાનનો ખતરો

આ પણ વાંચો:દિલ્હી પોલીસના જવાને કરી આત્મહત્યા, PCR વાનમાં જ છાતી પર મારી ગોળી