pm Modi gifted a chadar for Ajmer/ વડાપ્રધાન મોદીએ અજમેર શરીફના ઉર્સ માટે ચાદર ભેટમાં આપી

811 મી ઉર્સ અજ્મર દરગાહમાં શરૂ થયો છે અને પીએમ મોદી દર વર્ષે અજમેર શરીફ દરગાહ માટે ચાદર ભેટ આપી છે

Top Stories India
pm Modi gifted a chadar for Ajmer

pm Modi gifted a chadar for Ajmer : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના  ઉર્ષ પર દરગાહમાં ચાદર ભેટ માટે  યુનિયન મિનિસ્ટર ઓફ માઈનોરિટી અફેર્સ સ્મૃતિ ઇરાનીના નેતૃત્વમાં એક ડેલિગેશનને ચાદર સોંપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાની અને અન્યોને ‘ચાદર’ આપી હતી,જે ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના ઉર્સ માટે અજમેર શરીફ દરગાહ પર ચઢાવવામાં આવશે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે અજમેર શરીફ દરગાહ પર ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના ઉર્સ પર ચઢાવવામાં માટે ચાદર ભેટમાં આપી છે

ઉલ્લેખનીય છે કે કે સ્મૃતિ ઈરાની સાથે ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ પીએમ મોદીને મળ્યા. 811 મી ઉર્સ અજ્મર દરગાહમાં શરૂ થયો છે અને પીએમ મોદી દર વર્ષે અજમેર શરીફ દરગાહ માટે ચાદર ભેટ આપી છે. ભાજપના અલ્પસંખ્યક મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ કહ્યું કે અમે દેશમાં શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે વડાપ્રધાન મોદીએ ચઢાવેલી ચાદર સાથે અજમેર શરીફ જઈ રહ્યા છીએ. તેમની ઈચ્છા છે કે ભારત વિશ્વગુરુ બને, તેમનો સંદેશ શાંતિ અને ભાઈચારાનો છે.

દર વર્ષે પીએમ મોદી દરગાહ પર ચાદર મોકલે છે
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીને ગરીબ નવાઝ  તરીકે પણ ઓળખવામાં આવે છે,તેમના દરબારમાં માંગેલી દુઆ પરિપૂર્ણ થાય છે. .અગાઉ મોદી સરકારમાં આ ચાદર ચઢાવવા માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દરગાહ પર જતા હતા. ગયા વર્ષે આઠમી વખત પીએમ મોદી વતી દરગાહ પર ચાદર ચઢાવવામાં આવી હતી. દર વર્ષે વિશ્વભરમાંથી મુસ્લિમો દરગાહની મુલાકાત લે છે. માત્ર મુસ્લિમો જ નહીં, વિવિધ ધર્મના લોકો પણ આખા વર્ષ દરમિયાન દરગાહની મુલાકાત લે છે

Air India/ પેશાબ કાંડ બાદ એર ઇન્ડિયાએ વિમાનમાં દારૂ આપવાની નીતિમાં કર્યો બદલાવ