બેદરકારીના કારણે યુપીના મુઝફ્ફરનગરના શામલી જિલ્લાના કૈરાના વિસ્તારમાં બે માસૂમ બાળકો જિંદગી ખતમ થઈ ગઈ. એક ખાનગી ક્લિનિકમાં રખાયેલા બે નવજાત શિશુઓનું રવિવારે કથિત રીતે એર કંડિશનરની ઠંડીના લીધે મોત થયું હતું.
નવજાત બાળકોના પરિવારજનોનો આરોપ છે કે ક્લિનિકના માલિક ડો. નીતુએ શનિવારે રાત્રે સૂતી વખતે એસી હાઇ પર ચાલુ કર્યું હતું, જેના કારણે રૂમની ઠંડક એટલી બધી વધી ગઈ હતી કે નવજાત બાળકોના મોત નીપજ્યા હતા. ઠંડી રવિવારે સવારે પરિવારજનો બાળકોને જોવા ગયા ત્યારે બંનેના મોત નિપજ્યા હતા.
એચએચઓ (કૈરાના) નેત્રપાલ સિંહે જણાવ્યું કે બાળકોના પરિવારોની ફરિયાદના આધારે ડો. નીતુ વિરુદ્ધ આઈપીસીની કલમ 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દરમિયાન આરોગ્ય વિભાગે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. ચીફ મેડિકલ ઓફિસર (ACMO) ડૉ. અશ્વની શર્માએ કહ્યું કે આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: Gujarat Rain/ ગુજરાતમાં ફરી પાછો ‘મેેઘ મલ્હાર’: સવારથી જ જામ્યો છે મેઘો
આ પણ વાંચો: Heavy Rain/ રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ, ધોધમાર વરસાદની આગાહી
આ પણ વાંચો: India Canada News/ ખાલિસ્તાનીના સમર્થક ટ્રુડોનું બલૂચ નેતાના રહસ્યમય મૃત્યુ પર કેમ મૌન?
