Heavy Rain/ રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ, ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 29મી નવેમ્બરે વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધીમાં વધારે મજબૂત બનશે.

Top Stories Ahmedabad Gujarat
Mantavyanews 87 રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ, ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાતા ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 29મી નવેમ્બરે વરસાદી સિસ્ટમ બનવાની આગાહી છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બર સુધીમાં વધારે મજબૂત બનશે. તેના લીધે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. તેમા પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રતિ કિ.મી. 60થી 65 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સિવાય આજે સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે.
આ ઉપરાંત ગુજરાત રિજયનમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. તેના લીધે ગાજવીજ સાથે વરસાદ પડશે અને પ્રતિ કલાક 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત 26 નવેમ્બરે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે.
આ ઉપરાંત રાજ્યમાં 28મી નવેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. તેના પછી દક્ષિમ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. તેના લીધે ગાજવીજ સાથે વરસાદ પડશે. અમદાવાદ, દાહોદ અને પંચમહાલમાં પણ પ્રતિ કલાક 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે.
રાજ્યમાં હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેની સાથે આગામી સમયમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમા નર્મદાના નાંદોદમાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લા ઉપરાંત નવસારી જિલ્લામાં પણ સારો એવો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સાત તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. છ તાલુકામાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં હજી સુધી વરસાદ ગયો નથી. આગામી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદનું જોર ઘટશે, પણ વરસાદ તો રહેશે. આજના દિવસમાં જોઈએ તો જિલ્લાના કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
આ ઉપરાંત મંગળવારે 26મી સપ્ટેમ્બરના રોજ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર, સોમનાથમાં વરસાદી વાતાવરણ રહે તથા હળવા ઝાપટા પડી શકે તેમ છે. તેની સાથે સુરેન્દ્ર નગર, બોટાદ, ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Asian Games 2023/ શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલમાં ચીનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

આ પણ વાંચોઃ India Canada News/ કેનેડાના રક્ષા મંત્રી બિલ બ્લેયરે ભારત સાથેના સંબંધોને લઈને મોટું નિવેદન આપ્યું…

આ પણ વાંચોઃ Parineeti Raghav Wedding/ પરિણીતી ચોપરાએ અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ તસવીર