નવી દિલ્હી,
શીખોના પવિત્ર ધામ એવા કરતારપુર કોરિડોરના ખોલ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી દ્વારા “ગુગલી”ને લઈ આપવામાં આવેલા વિવાદિત નિવેદન અંગે સુષ્મા સ્વરાજે પલટવાર કર્યો છે.
Mr.Foreign Minister of Pakistan – Your 'googly' remarks in a dramatic manner has exposed none but YOU. This shows that you have no respect for Sikh sentiments. You only play 'googlies'. /1
— Sushma Swaraj (@SushmaSwaraj) December 1, 2018
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે હુમલો બોલતા કહ્યું હતું કે, “પોતાના નિવેદનના કારણે પાકિસ્તાનનો એ ચહેરો સામે આવી ગયો છે, જેના કારણે તેઓના મનમાં શીખોની ભાવનાઓ પ્રત્યે કોઈ સન્માન જ નથી”.
Let me explain to you that we were not trapped by your 'googlies'. Our two Sikh Ministers went to Kartarpur Sahib to offer prayers in the Holy Gurudwara. /2
— Sushma Swaraj (@SushmaSwaraj) December 1, 2018
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનના શ્રીમાન વિદેશ મંત્રી નાટકીય અંદાજમાં કહેવામાં આવેલી “ગુગલી”ની ટિપ્પણીઓએ તમારી ઓળખ છતી કરી દીધી છે. આ કારણે સામે આવે છે કે, તમે માત્ર ગુગલી જ ફેંકો છો”.
મોદી સરકાર ઇમરાન ખાનની ગુગ્લીમાં થઇ ગઈ બોલ્ડ
આ પહેલા કરતારપુર કોરિડોર અંગે પાક.ના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીએ ગુરુવારે કહ્યું હતું કે, “કરતારપુર કોરિડોરના શિલાન્યાસ સમારોહમાં ભારત સરકારને આમંત્રિત કરવા માટે ઇમરાન ખાનની આ ગુગલી હતી જેમાં મોદી સરકાર બોલ્ડ થઇ ગઈ છે”.

જો કે પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જયારે સુષ્મા સ્વરાજે સખ્ત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “બને દેશોની દ્વિપક્ષીય વાતચીત પહેલા ઇસ્લામાબાદ ભારત વિરુધ બોર્ડર પાર આતંકી ગતિવિધિઓને રોકે. આતંકવાદ અને વાતચીત એકસાથે થઇ શકશે નહિ”.
