Breaking News/ ગીર સોમનાથના તાલાલામાં ફરી ધરા ધ્રૂજી, એક જ દિવસમાં 4 આંચકા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં ભૂકંપના (Earthquake) હળવા આંચકાઓ ચાલુ છે. એક જ દિવસે 4 આંચકા અનુભવાયા, લોકોમાં ચિંતા.

Top Stories Gujarat Breaking News
Earthquake

 Breaking News:ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકાઓની શ્રેણી ચાલુ છે. મંગળવારે (29 ડિસેમ્બર) એક જ દિવસમાં ચાર આંચકા અનુભવાયા, જેમાં સવારે 6:07 વાગ્યે 3.2 તીવ્રતાનો સૌથી મોટો આંચકો  (Earthquake) નોંધાયો હતો. આ આંચકાઓથી તાલાલા અને આસપાસના 20 જેટલા ગામોમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘણા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અને અન્ય સ્ત્રોતો અનુસાર, આ આંચકાઓનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 થી 24 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ સતત આવતા આંચકાઓથી સ્થાનિક વસ્તીમાં ચિંતા વધી છે.

Earthquake

વહેલી સવારે અને બપોરના અન્ય સમયે બે વધુ હળવા આંચકા (Earthquake)

આ પહેલાં ડિસેમ્બર મહિનામાં જ 12મી તારીખે 3.3 તીવ્રતાનો ભૂકંપ (Earthquake) અને ૫મી તારીખે 1.6 તથા 1.4 તીવ્રતાના આંચકા નોંધાયા હતા. છેલ્લા 15 કલાકમાં તો 9 જેટલા આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.

ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, તાલાલા વિસ્તાર પથરાળ જમીન અને ફોલ્ટ લાઇન્સને કારણે ભૂકંપ (Earthquake) પ્રવણ છે. ગીરના જંગલોની નીચેની પ્લેટોમાં હિલચાલ અને વરસાદી પાણીનું દબાણ પણ આ સ્વોર્મ (આંચકાઓની શ્રેણી) માટે જવાબદાર હોઈ શકે છે. આ વિસ્તાર ભૂકંપના સંવેદનશીલ ઝોનમાં આવે છે, જ્યાં અગાઉ પણ 2007, 2011 જેવા વર્ષોમાં સ્વોર્મ એક્ટિવિટી જોવા મળી છે.સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના કચ્છમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.4, કોઈ નુકસાનના અહેવાલ નથી

આ પણ વાંચો:ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો, તીવ્રતા 3.2 નોંધાઈ

આ પણ વાંચો:તાઇવાનમાં 7 તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ, ત્રણ દિવસમાં બીજી વખત ધરતી ધ્રુજી