Panchmahal/ તબક્કાવાર બધા જ ધંધા ને પરવાનગી તો ડીજે વગાડનારાઓને કેમ નહિ…?

સરકાર દ્વારા તાજેતરમાં જ લગ્ન પ્રસંગમાં ૨૦૦ મહેમાનોને એકઠા કરવાની છૂટ આપવામાં આવી છે. બીજી તરફ હાલમાં કેટલાક ધંધા રોજગાર હજુ પણ બંધ અવસ્થામાં જ યથાવત રહ્યા છે. આ રોજગારમાં બેન્ડ બાજા તેમજ ડીજે ધારકોનો સમાવેશ થાય છે.

Gujarat Others

@નામદેવ પાટીલ, ગોધરા

પંચમહાલ જિલ્લાના ડી.જે.એસોસિએશન દ્વારા આવનાર દિવસો માં જિલ્લામાં ડી.જે.વગાડવાની પરવાનગી માટે આજ રોજ પંચમહાલ જિલ્લા સમાહર્તા ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામા ડી જે સંચાલકો ઉપસ્થિત રહી તેમની વ્યથા વ્યક્ત કરી, કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ચાલુ વર્ષે લોક ડાઉન લાગુ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મોટા ભાગના ધંધા રોજગાર ઠપ્પ થઈ જવા પામ્યા હતા.  ત્યારે સરકાર દ્વારા તબક્કાવાર કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને ધંધા રોજગારને છૂટ આપવામાં આવી હતી. સરકાર દ્વારા તાજેતરમાં જ લગ્ન પ્રસંગમાં ૨૦૦ મહેમાનોને એકઠા કરવાની છૂટ આપવામાં આવી છે. બીજી તરફ હાલમાં કેટલાક ધંધા રોજગાર હજુ પણ બંધ અવસ્થામાં જ યથાવત રહ્યા છે.

આ રોજગારમાં બેન્ડ બાજા તેમજ ડીજે ધારકોનો સમાવેશ થાય છે. રાજ્ય સહિત જિલ્લામાં હાલ ડીજે અને બેન્ડ વાજા ધારકો ધંધા રોજગાર વિના બેરોજગાર બેસી રહ્યા છે, ત્યારે આજે પંચમહાલ જિલ્લાના ડીજે સંચાલકો અને બેન્ડ વાજા સંચાલકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં મોટાભાગના ધંધા રોજગારને છૂટછાટ આપી દે દવામાં આવે છે, ત્યારે બેન્ડ તેમજ  ડીજે સંચાલકોને પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ ડી જે સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે.

ગોધરા ખાતે કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે કોરોના મહામારી ના કારણે છેલ્લા છ માસ કરતા વધારે સમય થી કોઈપણ પ્રકારનો કામધંધો કરી શક્યા નથી. જેથી કરી ને તેઓએ વસાવેલા સાઉન્ડ સિસ્ટમ વસાવી છે. જેમાં લાખો રૂપિયા ની લોન લીધી હોવાથી જેના હપ્તા ભરપાઈ કરી શકતા નથી. જેથી કરી ને અમારા પરિવાર નું ગુજરાન ચલાવવું અતિ મુશ્કેલ હોય અને વિવિધ તકલીફો નો સામનો અમે તેમજ પરિવારજનો કરી રહ્યા છે.ધંધા રોજગાર ઠપ થવાના કારણે અમો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છીએ. જેથી કરીને જિલ્લાના ડી.જે.તેમજ બેન્ડ વ્યવસાય કારોને સરકાર ની ગાઈડ લાઇન અને નિયમો મુજબ છૂટછાટ આપવા વિનંતી કરાઈ છે. અને વહેલી તકે માંગણી સંતોષાય તે માટે આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.