Amreli News/ અમરેલી: ખાંભા ગીરના ગામડાઓમાં ફરી ભૂકંપનો આંચકો

રાત્રે 1.9 બપોરે 2.2ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો

Gujarat Others
ભૂકંપનો આંચકો ફરી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો

Amreli News : અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ભૂકંપનો ફરી આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં મોડી રાત્રે ગીરના ગામડાઓમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો. ભૂકંપનો આંચકો સમઢીયાળા,અનિડા, કોટડા સહિત ગામમાં અનુભવાયો હતો..
જેમાં રાત્રે 1.9 બપોરે 2.2ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

થોડા સમય પહેલા પણ કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા હતા

થોડા સમય પહેલા  કચ્છ જિલ્લામાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભચાઉથી 12 કિલોમીટર દૂર બપોરે 12:41 વાગ્યે 3.1 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) નોંધાયો હતો.આ પહેલા ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર સવારે 6:41 વાગ્યે 2.6 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. સિસ્મિક ઝોન 5 માં આવતા કચ્છ જિલ્લામાં આવા નાના-મોટા ભૂકંપની શ્રેણી ચાલુ છે.

જોકે,આ બે ભૂકંપથી કોઈ જાનહાનિ થઈ નથી.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરે આ માહિતી આપી હતી.કચ્છમાં આવા નાના અને મધ્યમ કદના ભૂકંપ સામાન્ય છે. જ્યારે આ આંચકાઓ કોઈ નુકસાન પહોંચાડતા નથી, પરંતુ લોકોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કરે છે. સિસ્મોલોજીકલ વિભાગ આ પ્રદેશ પર સતત નજર રાખી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા કચ્છના ખાવડા નજીક 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

આ પણ વાંચો: જાપાનમાં 6.8 તીવ્રતાનો મજબૂત ભૂકંપ, લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાની સૂચના

આ પણ વાંચો: આસામમાં ભૂકંપના આંચકા, બંગાળથી ભૂટાન સુધી ધ્રુજી ધરતી: જાણો તીવ્રતા