Earthquake News/ આસામમાં ભૂકંપના આંચકા, બંગાળથી ભૂટાન સુધી ધ્રુજી ધરતી: જાણો તીવ્રતા

સિલિગુડીમાં સાંજે4:41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ આસામના ઢેકિયાજુલીથી 16કિમી દૂર હતું.

Top Stories India

Earthquake News: સિલિગુડીમાં સાંજે4:41 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્રબિંદુ આસામના ઢેકિયાજુલીથી 16કિમી દૂર હતું. સાંજે 4:41 વાગ્યે ત્યાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. આ ભૂકંપની અસર માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર અને ચીનમાં પણ અનુભવાઈ હતી. ભૂકંપના આંચકાને કારણે લોકો ગભરાઈને ઘરો અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયા હતા.

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) અનુસાર, રવિવારે ઉત્તરપૂર્વ ભારતમાં 5.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી માત્ર 10 કિમીની ઊંડાઈએ હતું.

આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના તાત્કાલિક સમાચાર નથી. સ્થાનિક વહીવટીતંત્ર ભૂકંપને કારણે જાનમાલના નુકસાનની ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રશિયા ફરી હચમચી ગયું, કામચટકામાં જોરદાર ભૂકંપ, ભૂકંપનું કેન્દ્ર કેટલું દૂર ?

આ પણ વાંચો:જીવતા કરતા લાશની કિંમત વધારે!! અફઘાનિસ્તાનમાં તાલિબાની કાનૂન, ભૂકંપમાં નથી કરાઇ રહ્યું મહિલાઓનું રેસ્કયુ…

આ પણ વાંચો:અફઘાનિસ્તાન ફરી કંપાયું, ભૂકંપથી 20નાં મોત, પાકિસ્તાન-ભારતમાં પણ અનુભવાયા આંચકા