Surat News/ સુરત મ્યુ.ના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું મોત

સુરત મહાનગરપાલિકા સંચાલિત બગીચામાં લગાવવામાં આવેલ લોખંડનો ભારે દરવાજો એક બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતના પર્વત ગામ વિસ્તારમાં એક દુ:ખદ ઘટના બની. મહાનગરપાલિકા સંચાલિત બગીચામાં લગાવવામાં આવેલ લોખંડનો ભારે દરવાજો એક બાળક પર પડતાં તેનું મોત નીપજ્યું. મૃતક બાળકનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મૃતક બાળકનું નામ આર્યન છે અને તેના પિતાનું નામ સંજય વાસુલિયા અને માતાનું નામ ભૂરીબેન સંજય વાસુલિયા છે. હાલમાં પોલીસે સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ગેટની સ્થિતિ, તેની જાળવણી અને અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા પાર્કની યોગ્ય જાળવણીના અભાવે આ અકસ્માત થયો છે. આ ઘટનાએ જાહેર સ્થળોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં તાવના લીધે સાત વર્ષના બાળકનું મોત, ઇન્જેકશનના ઓવરડોઝનો આક્ષેપ

આ પણ વાંચો:સુરતમાં રોગચાળાએ ફરીથી માથુ ઊચક્યું ! ચાર વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત

આ પણ વાંચો:સુરતના ઉધનાામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત