Gujarat Local Body Election 2026/ કોંગ્રેસે મધરાતે અમદાવાદ મનપા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

અમદાવાદ મનપા ચૂંટણી માટે કોંગ્રેસે મોડી રાત્રે 3 વાગ્યે 132 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ અગાઉ પ્રથમ યાદીમાં 60 ઉમેદવારો જાહેર થયા હતા. ઉમેદવારોએ શરૂ કરી ફોર્મ ભરવાની તૈયારી.

Gujarat Top Stories Ahmedabad

Ahmedabad AMC Congress Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણી માટે કોંગ્રેસે પણ પોતાની એક્શન તેજ કરી દીધી છે. ભારે ખેંચતાણ અને લાંબા સસ્પેન્સ બાદ આખરે કોંગ્રેસે મોડી રાત્રે અચાનક મોટો ધડાકો કર્યો છે. રાત્રે 3 વાગ્યે જ્યારે આખું શહેર ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની સૌથી મોટી યાદી જાહેર કરી દીધી છે.

અત્યાર સુધીમાં કુલ 192 ઉમેદવારો મેદાનમાં

AMC ની ચૂંટણી માટે ટિકિટ મેળવવા કોંગ્રેસના દાવેદારોમાં ભારે પડાપડી ચાલી રહી હતી. ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ચાલેલા મંથન બાદ આખરે મોડી રાત્રે 3 વાગ્યે હાઈકમાન્ડે લીલી ઝંડી આપતા જ 132 ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે બહાર પાડવામાં આવી હતી.

પ્રથમ યાદી: આ અગાઉ કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં 60 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

બીજી યાદી: ગઈકાલે મોડી રાત્રે 3 વાગ્યે વધુ 132 ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

જોઈ લો યાદી..