Gujarat News/ ગુજરાતમાં આજે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ, 30 જુલાઈ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે

Gujarat

Gujarat News : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 30 જુલાઈ સુધી 27થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં આજે (26 જુલાઈ) છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

27 જિલ્લામાં અતિભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (26 જુલાઈ) 27 જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, સુરત જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, આણંદ, બોટાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

રાજ્યમાં આવતીકાલે રવિવારે (27 જુલાઈ) હવામાન વિભાગે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

28 થી 30 જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.જ્યારે 29 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 30 જુલાઈએ રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય

આ પણ વાંચોઃગુજરાતમાં આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું નાઉકાસ્ટ, કરી ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃલાંબા વિરામ બાદ દાંતીવાડા અને પાંથાવાડામાં ધોધમાર વરસાદ, જનજીવન પ્રભાવિત