Una news/ ઉનામાં બે સગીરાના અપહરણ બદલ બે યુવક સામે પોક્સો

ઉના પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે પોક્સો કેસ દાખલ થયો છે. બે સગીરાનું અપહરણ કરવા બદલ બંને યુવકો સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. બંને સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉના અભ્યાસ અર્થે જતી હતી. આમ સ્કૂલે જતી બંને સગીરાનું બે યુવકોએ અપહરણ કર્યુ હતું.

Gujarat Others Breaking News
અપહરણ

Una News: ઉના પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે પોક્સો કેસ દાખલ થયો છે. બે સગીરાનું અપહરણ કરવા બદલ બંને યુવકો સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે. બંને સગીરા ગ્રામ્ય વિસ્તારમાંથી ઉના અભ્યાસ અર્થે જતી હતી. આમ સ્કૂલે જતી બંને સગીરાનું બે યુવકોએ અપહરણ કર્યુ હતું.

બંને યુવકે કરેલા અપહરણને રીક્ષાચાલક જોઈ જતા તેણે બંને સગીરાના વાલીને આ બનાવની જાણ કરી હતી. દીકરીઓ શાળાએ ન પહોંચતા વાલીઓ પણ સ્કૂલે દોડી આવ્યા હતા. સાજ પડતા બંને સગીરા બાજુના એક ગામેથી મળી આવી હતી. કુટુંબે પૂછપરછ કરતાં બંને સગીરાઓએ તેમની સાથે બનેલા બનાવની હકીકત કહી હતી. તેના કારણે આખો મામલો ઉના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

સગીરાના કુટુંબીજનોએ બંને યુવક સામે ફરિયાદ કરી છે. પોલીસે બંને યુવકો સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને બંને ભાગેડું આરોપીઓને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૃથ્વી પર ટકરાઈ શકે છે સ્ટીરોઈડ… શું બધું નાશ પામશે? નાસાએ કહ્યું,સર્જી શકે છે વિનાશ

આ પણ વાંચો:આતંકવાદ પર આકરા પ્રહારની તૈયારી, આર્મી ચીફ આજે જમ્મુની મુલાકાતે, ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક યોજાશે

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલ જેલમાં નથી લઈ રહ્યા પ્રોપર ડાયટ, LGએ મુખ્ય સચિવને લખ્યો પત્ર,વ્યક્ત કરી ચિંતા