india news/ સ્પેશિયલ સેલનો મોટો ધડાકો: ISI સાથે જોડાયેલા 11 શખ્સોની ધરપકડ, સોલાર કેમેરા પાછળનો કાળો ખેલ બહાર

સ્પેશિયલ સેલે દિલ્હી અને પંજાબમાંથી 11 જાસૂસો અને આતંકવાદી (Terrorist) ઓની ધરપકડ કરી છે. આ ગેંગ ISI અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે જોડાયેલા મોડ્યુલ સાથે સંકળાયેલ હતી.

Top Stories India
Terrorist

Delhi News: બે અલગ અલગ ઓપરેશનમાં દિલ્હી પોલીસે એક આતંકવાદી (Terrorist) મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે અને 11 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શંકાસ્પદો પાસેથી નવ સીસીટીવી કેમેરા કબજે કરવામાં આવ્યા છે.

ISI અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલા આ મોડ્યુલ સાથે જોડાયેલી ગેંગને ગુપ્ત માહિતી એકત્રિત કરવી, લશ્કરી અને અર્ધલશ્કરી ઠેકાણાઓના ફોટા તથા વિડિયો બનાવવાના તેમજ ત્યાં સોલાર CCTV કેમેરા સ્થાપિત કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

આરોપીઓએ દેશભરના નવ સંવેદનશીલ સ્થળોએ છુપાયેલા, સૌર ઊર્જાથી સંચાલિત CCTV કેમેરા સ્થાપિત કર્યા હતા. આ નેટવર્ક માત્ર જાસૂસી પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓ અને હથિયારોની દાણચોરીમાં પણ સંકળાયેલું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સમગ્ર મોડ્યુલ અને પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર્સ ભારતમાં સુરક્ષા એજન્સીઓના વિસ્તારોમાં ગ્રેનેડ હુમલાની યોજનાઓને અંતિમ રૂપ આપી રહ્યા હતા.

તાજેતરમાં ગાઝિયાબાદમાં એક આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ થયા બાદ, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સતત એવા ઇનપુટ મળી રહ્યા હતા કે સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરનાર આ ગાઝિયાબાદ મોડ્યુલ પાકિસ્તાનને લાઇવ ફૂટેજ મોકલી રહ્યું હતું. આ સાથે જ માહિતી મળી રહી હતી કે પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સ પંજાબ અને દિલ્હીમાં પણ આવા જ સમાન મોડ્યુલોને સંચાલિત કરી રહ્યા છે.

આ મોડ્યુલને લઈને સ્પેશિયલ સેલની બે ટીમોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્પેશિયલ સેલે એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો, જે ભારતમાં ગેરકાયદેસર રીતે શસ્ત્રોની દાણચોરી કરતું હતું, ગ્રેનેડ હુમલાઓનું આયોજન કરતું હતું અને પાકિસ્તાની હેન્ડલર્સ માટે જાસૂસી કરવા થર્મલ સોલર સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરતું હતું.

Terrorist

સૌપ્રથમ, સ્પેશિયલ સેલની NDR ટીમે છ આરોપીઓને ઝડપી પાડ્યા, જેમાં ત્રણ પંજાબના અને ત્રણ દિલ્હીના રહેવાસીઓ હતા. તેમની પાસેથી મળેલી માહિતીના આધારે, સુરક્ષા એજન્સીઓએ સંવેદનશીલ વિસ્તારો નજીક લગાવવામાં આવેલા નવ સોલાર CCTV કેમેરા અનઇન્સ્ટોલ કરીને જપ્ત કર્યા. આ કેમેરા સંરક્ષણ સુવિધાઓની ખૂબ નજીક સ્થપાયેલા હતા.

આરોપીઓ પોતાને સિવિલ સર્વિસ વિભાગના કર્મચારીઓ હોવાનો દાવો કરતા હતા અને શંકા ન થાય તે માટે સરકારી CCTV કેમેરા ઇન્સ્ટોલ કરી રહ્યા હોવાનો દાવો કરતા. હકીકતમાં, આ કેમેરામાંથી મળતી લાઈવ ફીડ સિમ કાર્ડ મારફતે સીધી પાકિસ્તાની હેન્ડલર્સ સુધી મોકલવામાં આવતી હતી, જેના આધારે તેઓ ભારતીય સંરક્ષણ ગતિવિધિઓ પર નજર રાખતા હતા.

આ ઉપરાંત, આરોપીઓને UPI એકાઉન્ટ્સ દ્વારા નાણાં મળતા હતા, જેનો ઉપયોગ હથિયારોની દાણચોરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવતો હતો.

આરોપીઓના કબજામાંથી ચાર પિસ્તોલ, 24 કારતૂસ, 24 મોબાઈલ ફોન અને હથિયારોની દાણચોરીમાં વપરાયેલી બે કાર અને બે મોટરસાઈકલ જપ્ત કરવામાં આવી છે.

આ આતંકવાદી (Terrorist) ઓ બીએસએફ અને આર્મી કેમ્પની રેકી કરતા હતા

મળતી માહિતીના આધારે સ્પેશિયલ સેલની સાઉથવેસ્ટ રેન્જ ટીમે વધુ એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પંજાબના પાંચ શંકાસ્પદોને ઝડપવામાં આવ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં કપૂરથલાના ગુરજીત સિંહ, ફાઝિલ્કાના રિમ્પલદીપ સિંહ, સલવિંદર સિંહ ઉર્ફે કાલુ, મોગાના હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી અને બૂટા સિંહનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ સેના અને BSF કેમ્પ સહિતના સંવેદનશીલ સ્થળોની જાસૂસી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા.

આ નવ શહેરોમાં સોલાર CCTVથી ગુપ્ત નજર રાખતા હતા

કપૂરથલા, જલંધર, પઠાણકોટ, પટિયાલા, મોગા, અંબાલા, કઠુઆ, બિકાનેર અને અલવર જેવા શહેરોમાં સંભવિત આતંકવાદી હુમલાઓ માટે તૈયારીઓ ચાલી રહી હતી. આરોપીઓના મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોમાંથી મોટી માત્રામાં સંવેદનશીલ માહિતી, ફોટા, વિડિઓઝ અને લોકેશન ડેટા મળી આવ્યો છે.

તપાસ દરમિયાન ખુલ્યું છે કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ, ISI અને સ્થાનિક ગેંગસ્ટરો સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલાઓનું કાવતરું રચી રહ્યા હતા.


આ પણ વાંચો : રાજૌરીમાં LoC પાર કરવાનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓ, સેનાએ કર્યું ફાયરિંગ

આ પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં બે આતંકવાદીઓ ઠાર; સુરક્ષા દળોએ સંયુક્ત કાર્યવાહીમાં બે AK-47 રાઈફલ પણ જપ્ત કરી

આ પણ વાંચો :  દિલ્હી પોલીસે કર્યો મોટો આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ, 8 શંકાસ્પદોની ધરપકડ