Ahmedabad News : SMC (સ્ટેટ મોનીટરિંગ સેલ)ના અધિકારીઓને માહિતી મળી હતી કે વડોદરા મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી.ટ્રાવન્સપોર્ટ કંપનીના ગોડાઉનની બાજુમા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં જુબેર શફીક મેમણ કન્ટેનર માંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરે છે. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. દરમિયાન બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
જેને પગલે પોલીસે બુટલેગરની કન્ટેન્ર ગાડી પર બે રાઉન્ડ ફાયર કર્યા હતા. જોકે તેમાં કોઈ ઈજાગ્રસ્ત થયા ન હતા. તપાસ કરતા અહીંથી રૂ. 22,69,772 ની કિંમતની દારૂની 14,141 બોટલો મળી આવી હતી. તે સિવાય પોલીસે 3 મોબાઈલ, બે વાહનો વગેરે મળીને કુલ રૂ. 62,88,492 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં ફિરોઝ વાય.દિવાન, અલ્તાફહુસેન વાય.દિવાન અને રતનસિંઘ જે.સોઢાની ધરપકડ કરી હતી. વધુ તપાસ માટે તેમને હરણી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.
જ્યારે ઝુબેર શફીક મેમણ સહિત આઠ શખ્સો ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: ‘જો બાળકના આપ્યું, તો હું બીજા લગ્ન કરીશ…’જ્યારે પતિએ આપી ધમકી , ત્યારે મહિલાએ કાપ્યો કુહાડી વડે
આ પણ વાંચો: 33 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડ્યો મુંબઈ પોલીસે, પત્ની હત્યા કરનાર કઈ રીતે પકડાયો ક્રૂર પતિ
