Not Set/ ભૂકંપથી હચમચી ગયુ POK, 1 ની થઇ મોત, 2 લોકો થયા ઘાયલ

ફરી એકવાર પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરનાં પીઓકેનાં મીરપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ભૂકંપની તીવ્રતા 3.8 જેટલી હતી. આ દરમિયાન મકાન તૂટી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ 15 કિલોમીટરની ઉંડાઈમાં નોંધાયું છે. મીરપુર અને આજુબાજુનાં વિસ્તારમાં સવારે 10.28 વાગ્યે […]

Top Stories World

ફરી એકવાર પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરનાં પીઓકેનાં મીરપુરમાં ભૂકંપનાં આંચકા આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જો કે, ભૂકંપની તીવ્રતા 3.8 જેટલી હતી. આ દરમિયાન મકાન તૂટી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે લોકો ઘાયલ થયા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ 15 કિલોમીટરની ઉંડાઈમાં નોંધાયું છે. મીરપુર અને આજુબાજુનાં વિસ્તારમાં સવારે 10.28 વાગ્યે આ આંચકા બે થી ત્રણ સેકન્ડ સુધી અનુભવાયા હતા. આ જ વિસ્તારમાં ભૂકંપને કારણે એક મકાન ધરાશાયી થયું હતું, જેના કારણે ત્રણ લોકો કાટમાળ નીચે દટાઇ ગયા છે, બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

Image result for pok earthquake

આપને જણાવી દઈએ કે, ગત મહિને 24 સપ્ટેમ્બરનાં રોજ પાકિસ્તાનનાં મીરપુરમાં ભયંકર ભૂકંપ આવ્યો હતો. આમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા, જ્યારે 800 લોકો ઘાયલ થયા હતા.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો