Gujarat Weather/ IMDએ કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘો આવશે

રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે…..

Top Stories Gujarat

Gujarat Weather News: રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે.  7 થી 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. જેના પગલે ગુજરાતના અનેક જીલ્લામાં મુશળધાર વરસાદ વરસશે. IMD મુજબ, મંગળવારે 41.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હીટવેવનું જોર ઘટ્યા બાદ શહેરીજનોને રાહત મળી છે. સાથે દિવસ દરમિયાન ઠંડો પવન ફૂંકાવાથી ગરમીથી લોકોને હાશકારો થયો છે. વરસાદ શરૂ થતાં ગરમીની વિદાય થશે.

માહિતી મુજબ 12 જૂન સુધી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી રહેશે, જેથી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 6 જૂને દાહોદ, છોટા ઉદેપુર, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગમાં વરસાદની આગાહી કરાઈ છે. 7 જૂને દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં મેઘાનું અનુમાન કરવામાં આવ્યું છે. નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદ યથાવત્ રહેશે. 8 જૂને દાહોદ, પંચામહાલ, આણંદ, છોટા ઉદેપુરમાં આગાહી કરાઈ છે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારીમાં મેઘરાજા વરસશે. 9 થી 11 જૂને અમદાવાદ, ખેડા, આણંદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે.

મેઘરાજાની એન્ટ્રી થતાં પ્રકૃતિ ખીલી ઉઠશે. જગતનો તાત ખુશ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો: NEET-UG Result: ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું

આ પણ વાંચો: વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે

આ પણ વાંચો: ગુજરાતની 26 બેઠકો પર જાણો ઉમેદવારો કેટલા મતથી વિજયી બન્યા…