Not Set/ મોજશોખ માટે ગેરકાયદેસર હથિયાર રાખવું યુવકોને પડ્યું ભારે, ક્રાઇમબ્રાંચે કરી ચાર નબીરાની ધરપકડ

  અમદાવાદ ક્રાઇમબ્રાંચે એ ગેરકાયદેસર હથિયાર ઝડપ્યા બે પિસ્ટલ અને દેશી બનાવટના તમંચા સાથે ચાર યુવકોની કરી ધરપકડ યુવકો મોજશોખ માટે હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં આવ્યું સામે હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું આવ્યું સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચના હેડ કોન્સટેબલ અનવર ખાન અને ક્રાઇમબ્રાંચના કોન્સટેબલ કિશોરસિંહને  બાતમી મળી હતી કે રાજપથ ક્લબની પાસે આવેલ મ્યુનિસપલ ગાર્ડન પાસે ચાર ઇસમો […]

Ahmedabad Gujarat
 

  • અમદાવાદ ક્રાઇમબ્રાંચે એ ગેરકાયદેસર હથિયાર ઝડપ્યા
  • બે પિસ્ટલ અને દેશી બનાવટના તમંચા સાથે ચાર યુવકોની કરી ધરપકડ
  • યુવકો મોજશોખ માટે હથિયાર લાવ્યા હોવાનું તપાસમાં આવ્યું સામે
  • હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યા હોવાનું આવ્યું સામે

અમદાવાદ ક્રાઇમબ્રાંચના હેડ કોન્સટેબલ અનવર ખાન અને ક્રાઇમબ્રાંચના કોન્સટેબલ કિશોરસિંહને  બાતમી મળી હતી કે રાજપથ ક્લબની પાસે આવેલ મ્યુનિસપલ ગાર્ડન પાસે ચાર ઇસમો હોંડા સિવિક ગાડી લઈને ફરી રહયા છે. અને તેઓની પાસે શંકાસ્પદ હથિયાર છે.  તે બાતમીને આધારે ક્રાઇમબ્રાંચની  ટીમ અલગ-અલગ જગ્યાએ રેકી કરી રહી હતી. તે સમયે કોફી કલરની હોંડા સિવિક કાર ત્યાંથી પસાર થતાં ક્રાઇમબ્રાંચની ટીમે તેને ઝડપી પાડી હતી.  ક્રાઇમબ્રાંચ દ્વારા કારની તલાસી લેતા તેમાથી ચાર શખ્સો ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા હતા.

પ્રાથમિક તપાસમાં  ક્રાઇમબ્રાંચે આ હથિયાર મધ્યપ્રદેશથી  લાવ્યા હોવાનું સામે આવ્યું છે.  ક્રાઇમ બ્રાંચે હવે આ હથિયારથી કોઈ ગુનાને અંજામ આપવાના હતા કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે. આ ગુનામાં  પોલીસે જયરાજ સિંહ ડોડીયા, જયદીપસિંહ પરમાર, દીપકસિંહ તોમર અને પરમજીતસિંગ ચીમાં ની ધરપકડ કરી છે. હથિયાર આપનાર મુખ્ય આરોપી રવિ ભદોરિયા મધ્ય પ્રદેશનો રેહવાસી છે અને તેની  વિરૂદ્ધ પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.