Gujarat Rain News: રાજ્યમાં કમોસમી વરસાદે 158 તાલુકાને ધમરોળ્યા છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી વરસાદ જોવા મળ્યો છે. વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટાપાયા પર નુકસાન થયું હોવાનો ડર છે. ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3.19 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તળાજામાં 2.44 ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત ઘોઘા અને સિહોર સહિતના વિસ્તારોમાં એક-એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજી પણ બે દિવસ વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. આ વરસાદના કારણે કપાસ અને મગફળી સહિતના પાકોને ભારે નુકસાન થયું હોવાની સંભાવના છે. વરસાદી વાતાવરણના કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા આખું ગુજરાત વરસાદમાં તરબોળ થઈ ગયું છે. આજે બપોર સુધીમાં 158 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પાંચથી લઈને 12 ઇંચ વરસાદ ત્રાટકતા ભર શિયાળે શ્રાવણ જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદને લીધે ખેતીપાકની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આવતીકાલ સુધીમાં ગુજરાત પર ડીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી હોવાથી આ કમોસમી વરસાદ ખેડૂતો માટે વધુ ખરાબ સાબીત થઈ શકે છે. ભારે વરસાદના કારણે પ્રતિ કિ.મી. 60થી 65. કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે, જેથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાનું એલર્ટ છે. જ્યારે પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, આજે અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
કચ્છમાં છૂટા-છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં વરાપની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી અને ઉના પંથકમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમાં અંધારપટ્ટ સાથે અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: અમરેલી જીલ્લામા મોડી રાત્રે વરસાદ , લોકોને બફારામાંથી મળી રાહત
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: રાજ્યમાં મેઘરાજાનો કહેર, વરસાદથી નહીં મળે રાહત!
આ પણ વાંચો: Gujarat Weather/Gujarat Rain Live: તળાજામાં મેઘરાજાનું આગમન, મુન્દ્રા પોર્ટ સંપર્ક વિહોણું બન્યું
