Gujarat Rain News: ગુજરાત (Gujarat)માં આજે અનેક જગ્યા પર વરસાદી (Rain) માહોલ જામ્યો. જો કે છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જો કે રાજ્યના ચાર જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગઈકાલે ઓલપાડમાં વરસાદે રેકોર્ડ તોડ્યો. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગણતરીના તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો.
Gujarat Weather Update
દાહોદ 09:34 AM
દાહોદ શહેરમાં વહેલી સવારથી વરસાદ. લીમખેડા, ઝાલોદ,દેવગઢબારિયામાં વરસાદ. વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત
ગઈ કાલે આખો દિવસ સમગ્ર જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ બાદ મોડી સાંજે વરસાદે લીધો હતો વિરામ. વરસાદે વિરામ લેતાં લોકો એ લીધો હતો રાહત નો શ્વાસ. જોકે આજે વહેલી સવારથી ફરીથી મેઘરાજા ની પધરામણી થતાં લોકોમાં ચિંતા ના વાદળો છવાયા હતા.
મહેસાણા 09:04 AM
મહેસાણામાં 24 કલાક માં દોઢ ઇંચ વરસાદ પડયો. ભારે વરસાદને પગલે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. મહેસાણાં કલેકટર કચેરીમાં લીમડો ધરાશાઇ થયો. મોડી રાત્રી દરમ્યાન બન્યો બનાવ. જિલ્લા સેવા સદન સામે લીમડો ધરાસાઈ થયો. પવન વિના જ લીમડો પાર્કિંગ શેડ પર પડ્યો. જો કે લોખંડના શેડના કારણે નુકશાન થતું અટક્યું. કલેકટરની કચેરી પર જ આ બનાવ બનતા ડિઝાસ્ટરની કામગીરી ઉપર સવાલો ઉભા થયા. ચોમાસા પહેલા શહેર માં અનેક વૃક્ષો દૂર કરાયા હતા. પણ કલેક્ટર કચેરી કેમ્પસ નો જોખમી લીમડો દૂર ના કરાયો. લીમડો મૂળ માંથી જ ઉખડી ને ધરાસાઈ થયો.
બનાસકાંઠા: 08:57 AM
બનાસકાંઠાના ધાનેરામાં સવારથી વરસાદ જામ્યો. વહેલી સવારથી જ વરસાદની થઈ શરૂઆત. ધાનેરાના અનેક ગ્રામીણ વિસ્તારમાં વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી. જો કે ભારે વરસાદને પગલે બાજરીના પાકને નુકશાનની શક્યતા ખેડૂતોને ચિંતિત કરી રહી છે.
અમરેલી: 07:AM
અમેરલીમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. સમગ્ર જીલ્લામાં વરસાદી માહોલ જામતા લોકોને રાહત મળી. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળી. વડેરા, ઇશ્વરિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલીમાં બફારા બાદ મોડી રાત્રે વરસાદ પડતા લોકોને રાહત મળી.
