Not Set/ રાજ્યમાં ઠંડીનો ચમકારો, 9.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 9.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી, […]

Gujarat Others
winter

ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. જેમાં 9.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું.

Related image

જ્યારે અમદાવાદમાં 13.7 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસાનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી, રાજકોટનું લઘુતમ તાપમાન 12.7 ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Image result for cold winter gujarat

રાત્રિ દરમિયાન ઠંડી વધતાં ખેડૂતો ગ્રામ્યજનો પરેશાન છે. ઠંડીના કારણે લોકોએ તાપણા અને ખાટલા પરિષદ યોજી ઠંડીની મોસમની મજા લઇ રહ્યા છે.

Image result for cold winter gujarat

રાજ્યમાં તાપમાનના પારામાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે આ મામલે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ઠંડીનો પારો ગગડશે. શનિવારથી રાજ્યભરમાં 4થી 5 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થઈશકે છે.  રાજ્યમાં ઉત્તર-પૂર્વ તરફ ઠંડા પવન ફૂંકાશે.  સાથે જ તેમણે જણાવ્યુ કે, શનિવારથી લોકોને વધુ ઠંડીનો અહેસાસ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.