Viral Video/ સાયન્સ પ્રોજેક્ટ માટે બાળકોએ બનાવ્યું રોકેટ, લોન્ચ થતા જ બ્લાસ્ટ, 11 ઘાયલ: VIDEO

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો રોકેટની નજીક છે અને અચાનક રોકેટમાં વિસ્ફોટ થાય છે. બ્લાસ્ટ બાદ રોકેટના ભાગો હવામાં ઉડી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

Top Stories India
Science Project Blast

Science Project Blast: ઝારખંડની ઘાટશિલા કોલેજમાં વિજ્ઞાન મોડલ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના બાળકોના ગ્રુપે સાયન્સ મોડલ રોકેટ બનાવ્યું. એક્ઝિબિશન દરમિયાન બાળકો દ્વારા બનાવવામાં આવેલ રોકેટમાં અચાનક વિસ્ફોટ થયો હતો. જોરદાર વિસ્ફોટના કારણે ઘણા બાળકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટનો વીડિયો ANIએ ટ્વીટ કરીને શેર કર્યો છે. કોલેજના એક પ્રોફેસરે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ 11 બાળકો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે કોઈની હાલત ગંભીર નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક બાળકો રોકેટની નજીક છે અને અચાનક રોકેટમાં વિસ્ફોટ થાય છે. બ્લાસ્ટ બાદ રોકેટના ભાગો હવામાં ઉડી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતમાં કુલ 11 બાળકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: અથડામણ/ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી અથડામણ, ભારતીય જવાનોનો જડબાતોડ જવાબ