Ahmedabad News/ ગુજરાત હાઈકોર્ટની કડક ચેતવણી, ગટરમાં માણસ ઉતારવો ગેરકાયદેસર, મોત પર 30 લાખ દંડ

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ગટર કે સેપ્ટિક ટાંકીમાં માણસ ઉતારવો ગેરકાયદેસર. FIR, 30 લાખ દંડ અને મશીનથી સફાઈ ફરજિયાત.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Gujarat High Court

Ahmedabad News:ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) ગટર સફાઈના મામલે સરકારને સખ્ત ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગટર કે સેપ્ટિક ટાંકીમાં માણસ ઉતારીને સફાઈ કરાવવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવું કરનાર સામે FIR નોંધવામાં આવશે અને કડક કાર્યવાહી થશે. સરકારે આ મામલે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં મશીનો દ્વારા સફાઈ પર ભાર મૂકવામાં આવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે માનવજીવન સાથે કોઈ પણ પ્રકારનો ખેલ નહીં ચાલે.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) આજે (14 ફેબ્રુઆરી, 2026) ગટર સફાઈ અંગેની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશો આપ્યા છે.કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે ગટરમાં માણસ ઉતારવો ગેરકાયદેસર છે. જો કોઈ વ્યક્તિને ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવશે તો જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર સામે તરત FIR નોંધવામાં આવશે.

માત્ર સરકારી વિસ્તારો જ નહીં, ખાનગી સોસાયટીઓમાં પણ આ નિયમ અમલમાં આવશે. સફાઈ કર્મચારીઓને પ્રોટેક્ટિવ ગિયર, ઓક્સિજન માસ્ક કે અન્ય સુરક્ષા સાધનો વગર કામ કરાવવું ગુનો ગણાશે.જો સફાઈ દરમિયાન કોઈ કામદારનું મોત થાય તો 30 લાખ રૂપિયાનો દંડ અને સજા થશે.હાઈકોર્ટે (Gujarat High Court) કહ્યું, “માનવજીવન સાથે ખેલ નહીં ચાલે. આ બાબતમાં કોઈ સમાધાન નહીં.”સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે:રાજ્યમાં મશીનો દ્વારા ગટર સફાઈને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.


સક્શન કમ જેટિંગ મશીનો અને રોબોટિક સિસ્ટમનો વ્યાપક ઉપયોગ વધારવામાં આવશે.ખાનગી સોસાયટીઓને પણ મશીનો વાપરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.હાઈકોર્ટ સમક્ષ રજૂ થયેલા આંકડા અનુસાર છેલ્લા 6 વર્ષમાં ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ દરમિયાન 443 સફાઈ કર્મચારીઓના મોત નોંધાયા છે.જેમાથી વર્ષ 2023માં જ ગુજરાતમાં 9 મોત નોંધાયા હતા.આ આંકડા સામે હાઈકોર્ટે (Gujarat High Court) સરકારને સવાલો કર્યા છે કે આટલા મોત છતાં મશીનીકરણ કેમ નથી થયું?


આ પણ વાંચો :માનવ અધિકાર આયોગ ખાનગી સિવિલ વિવાદો ઉકેલવાનું મંચ નથી: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!