Delhi News: 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હી વિશ્વ ટેકનોલોજી નીતિનું કેન્દ્ર બનશે. ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026 (AI Impact Summit)માં અનેક પ્રખ્યાત વૈશ્વિક નેતાઓ ભાગ લેશે. આ સમિટમાં Antonio Guterres, Emmanuel Macron, Luiz Inacio Lula da Silva અને Kyriakos Mitsotakis જેવા દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
“People, Planet, Progress” પર આધારિત સમિટ- (AI Impact Summit)
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, સમિટ “લોકો, પ્લેનેટ અને પ્રોગ્રેસ”ના ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત રહેશે. આ અભિગમ AIના જવાબદાર વિકાસ, પર્યાવરણની સુરક્ષા અને સામાજિક કલ્યાણ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર અનેક દેશોના વડાઓ અને પ્રતિનિધિઓ સમિટ (AI Impact Summit)માં ભાગ લેશે.
Global AI Impact Summit: PM Modi highlights coming together of world, tech leaders in India to build a better world
Read @ANI Story | https://t.co/AoAfl6nNd3 #India #PMModi #GlobalAIImpactSummit2026 #AISummit pic.twitter.com/hWp7wraRlg
— ANI Digital (@ani_digital) February 14, 2026
અનેક દેશોના વડાઓ હાજર રહેશે
આ સમિટ (AI Impact Summit)માં Dick Schoof, Anura Kumara Dissanayake, Tshering Tobgay અને Navin Ramgoolam જેવા નેતાઓ પણ હાજરી આપશે. આ ઉપસ્થિતિ ભારતના વૈશ્વિક પ્રભાવ અને ટેકનોલોજી ક્ષેત્રમાં વધતી ભૂમિકા દર્શાવે છે.
ઇઝરાયલી અને ઇરાન પ્રતિનિધિમંડળની હાજરી
નવી દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના આગમનની જાહેરાત કરી છે. સાથે જ, ઇરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ પણ માહિતી આપી છે કે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી સમિટ (AI Impact Summit)માં હાજરી આપશે. આથી સ્પષ્ટ થાય છે કે AI ક્ષેત્રમાં ભારત સાથે સહકાર વધારવા અનેક દેશો ઉત્સુક છે.
આમાં ડચ વડા પ્રધાન ડિક સ્કૂફ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે અને મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામનો સમાવેશ થાય છે.
જે ભારત સાથે ટેકનોલોજીકલ સંબંધોને મજબૂત બનાવવાનો સંકેત આપે છે. ઈરાની રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું હતું કે સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી સમિટમાં હાજરી આપશે. આ સમિટ (AI Impact Summit) ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે.
આ પરિષદ સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો, ઉદ્યોગ, શિક્ષણવિદો અને નાગરિક સમાજને એકસાથે લાવશે જેથી ટકાઉ વિકાસના સમર્થનમાં AI ના જવાબદાર વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહન આપી શકાય.
આ પણ વાંચો:AI દુરુપયોગ રોકવા સરકારનું પગલું, 20 ફેબ્રુઆરીથી ફરજિયાત લેબલિંગ સિસ્ટમ
આ પણ વાંચો:AIના ડરથી IT શેરોના ભાવમાં ઘટાડો, TCS, Infosys સહિત પાંચ મોટી કંપનીના શેર તૂટ્યા
