Tech News/ AI દુરુપયોગ રોકવા સરકારનું પગલું, 20 ફેબ્રુઆરીથી ફરજિયાત લેબલિંગ સિસ્ટમ

સરકારે અગાઉ 22 ઓક્ટોબર 2025ના રોજ આ અંગે ડ્રાફ્ટ બહાર પાડ્યો (AI Misuse)હતો. હવે અંતિમ સુધારાઓ સાથે IT નિયમો 2021માં ફેરફાર અમલમાં હતો.

Trending
સરકારે અગાઉ 22 ઓક્ટોબર 2025ના રોજ આ અંગે ડ્રાફ્ટ બહાર પાડ્યો (AI Misuse)હતો. હવે અંતિમ સુધારાઓ સાથે IT નિયમો 2021માં ફેરફાર અમલમાં હતો.

Tech News: દેશમાં ડિજિટલ સલામતી અને ખોટી માહિતી (AI Misuse)સામે લડવા માટે કેન્દ્ર સરકારે IT નિયમો 2021માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ નવા નિયમો 20 ફેબ્રુઆરીથી અમલમાં આવશે. હવે X (અગાઉ ટ્વિટર), YouTube, Facebook અને Snapchat જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેમના પ્લેટફોર્મ પર શેર થતી AI (કૃત્રિમ બુદ્ધિ) દ્વારા બનાવેલી સામગ્રીને સ્પષ્ટ રીતે લેબલ કરવી ફરજિયાત રહેશે.

Central Government makes rules to further amend the Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021.

The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Amendment Rules, 2026 to come into force on 20th… pic.twitter.com/qtuQ2WFnLq

— ANI (@ANI) February 10, 2026

IT નિયમોમાં મોટો ફેરફાર

સરકારે અગાઉ 22 ઓક્ટોબર 2025ના રોજ આ અંગે ડ્રાફ્ટ બહાર પાડ્યો (AI Misuse)હતો. હવે અંતિમ સુધારાઓ સાથે IT નિયમો 2021માં ફેરફાર અમલમાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલું જનરેટિવ AIના વધતા દુરુપયોગ (AI Misuse), ખોટી માહિતી, સાહિત્યચોરી અને ચૂંટણીમાં હેરાફેરી જેવા જોખમોને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

AI  (AI Misuse)સામગ્રી પર 10% લેબલ ફરજિયાત

નવા નિયમ 3(3) મુજબ, કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે AI દ્વારા બનાવેલી “કૃત્રિમ રીતે જનરેટ કરેલી માહિતી” પ્રકાશિત કરવાની મંજૂરી આપે છે, તેને સ્પષ્ટપણે દર્શાવવું પડશે કે આ સામગ્રી મૂળ નથી અને AI દ્વારા  (AI Misuse)બનાવવામાં આવી છે.

આ લેબલ: દ્રશ્ય ક્ષેત્રના ઓછામાં ઓછા 10% ભાગને આવરી લેવું જોઈએ, ઑડિઓ સામગ્રીમાં શરૂઆતના 10% ભાગમાં સાંભળવું જોઈએ, કાયમી અને અનન્ય મેટાડેટા સાથે એમ્બેડેડ હોવું જોઈએ. લેબલ દૂર કરવું, છુપાવવું અથવા મેટાડેટા બદલી નાખવું કાયદેસર ગુનો ગણાશે.22 ઓક્ટોબર 2025ના રોજ આ અંગે ડ્રાફ્ટ બહાર પાડ્યો (AI Misuse)હતો. હવે અંતિમ સુધારાઓ સાથે IT નિયમો 2021માં ફેરફાર અમલમાં આવી રહ્યો છે.

ડીપફેક ત્રણ કલાકમાં દૂર કરવાના નિયમ

ડીપફેક વિડિયોઝ અને ફોટોગ્રાફ્સને લગતા કડક નિયમો પણ અમલમાં આવશે. કોઈપણ ગેરકાયદેસર અથવા ભ્રામક ડીપફેક સામગ્રીને ત્રણ કલાકની અંદર દૂર કરવી ફરજિયાત રહેશે. પ્લેટફોર્મ્સે અપલોડ પહેલાં AI ઓળખવા  (AI Misuse)માટે ટેક્નિકલ ચકાસણી સિસ્ટમ લાગુ કરવી પડશે.

કપટપૂર્ણ  (AI Misuse)અને ગેરકાયદેસર સામગ્રીને રોકવાનો નિર્દેશ આપ્યો છે.

તાજેતરમાં અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને ક્રિકેટર સચિન તેંડુલકરના ડીપફેક વિડિયોઝ વાયરલ થયા હતા, જેના કારણે સરકાર પર કડક પગલાં લેવાનો દબાણ વધ્યો હતો.

અશ્લીલ અને ગેરમાર્ગે (AI Misuse)દોરતી સામગ્રી પર નિયંત્રણ

સરકારે પ્લેટફોર્મ્સને સ્વચાલિત સોફ્ટવેર અને AI ટૂલ્સનો ઉપયોગ કરીને અશ્લીલ, કપટપૂર્ણ  (AI Misuse)અને ગેરકાયદેસર સામગ્રીને રોકવાનો નિર્દેશ આપ્યો છે. આ પગલું ડિજિટલ જગતમાં વિશ્વસનીયતા વધારવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.

દર ત્રણ મહિને ચેતવણી ફરજિયાત

નવા નિયમો મુજબ, સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના વપરાશકર્તાઓને દર ત્રણ મહિને ઓછામાં ઓછું એક વખત ચેતવણી આપવી પડશે. જો કોઈ AI નો દુરુપયોગ કરે છે અથવા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો તેને દંડ અથવા અન્ય કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

વપરાશકર્તાઓ અને ઉદ્યોગ પર અસર

આ નિયમોથી વપરાશકર્તાઓ માટે નકલી અને અસલી સામગ્રી વચ્ચે તફાવત કરવો સરળ બનશે. ખોટી માહિતી અને ભ્રમ ફેલાવવાની શક્યતા ઘટશે.

જો કે, કન્ટેન્ટ સર્જકો અને ટેક ઉદ્યોગ માટે વધારાની જવાબદારીઓ આવશે. મેટાડેટા એમ્બેડિંગ, ચકાસણી સિસ્ટમ અને ઓટોમેશનમાં રોકાણ કરવાની જરૂર પડશે, જે ખર્ચાળ બની શકે છે.

પરંતુ લાંબા ગાળે આ પગલું AIના જવાબદાર ઉપયોગને પ્રોત્સાહન આપશે.

ડીપફેક શું છે?

ડીપફેક એ AI આધારિત ટેક્નોલોજી છે, જેમાં વ્યક્તિનો ચહેરો, અવાજ અને હાવભાવ કૃત્રિમ રીતે બદલવામાં આવે છે. આ સંપાદન એટલું વાસ્તવિક લાગે છે કે અસલી અને નકલી વચ્ચે ભેદ કરવો મુશ્કેલ બને છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ગેરમાર્ગે દોરતી માહિતી, ઠગાઈ અને રાજકીય હેરાફેરી માટે થઈ શકે છે.


આ પણ વાંચો:AIના ડરથી IT શેરોના ભાવમાં ઘટાડો, TCS, Infosys સહિત પાંચ મોટી કંપનીના શેર તૂટ્યા

આ પણ વાંચો:Instagram, Gmail, Netflix યુઝર્સ સાવધાન! 14.9 કરોડ એકાઉન્ટ્સના Password ચોરી

આ પણ વાંચો:CCTV+AI થી રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે