Lifestyle News/ ગરમીમાં પણ પાણીની ટાંકી રહેશે બરફ જેવી ઠંડી, આ 5 સરળ ઉપાયો બચાવશે બપોરની માથાકૂટથી

ઉનાળાની ભીષણ ગરમી અને હીટવેવ વચ્ચે જો તમારા ઘરની પાણીની (Water) ટાંકીમાંથી પણ ઉકળતું પાણી આવી રહ્યું હોય, તો ઇન્સ્યુલેશન, વ્હાઇટ પેઇન્ટ અને ગ્રીન નેટ જેવા 5 અદભુત દેશી જુગાડ વિશે જાણો અહીં.

Trending Tips & Tricks Lifestyle
Water

How to Keep Water Tank Cool in Summer:  ભારતમાં હાલમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના અનેક ભાગોમાં ભીષણ હીટવેવ (લૂ) ની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ આકરા ઉનાળાની અસર માત્ર બહાર જ નહીં પરંતુ ઘરની અંદર પણ વર્તાઈ રહી છે. સૌથી મોટી સમસ્યા ધાબા પર રાખેલી પાણીની ટાંકીની છે, જેમાંથી બપોરના સમયે ઉકળતું પાણી નીકળે છે. આ ગરમ પાણીથી સ્નાન કરવું તો દૂર, હાથ-પગ ધોવા કે વાસણ સાફ કરવા પણ મુશ્કેલ બની જાય છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો, તો આ 5 સરળ દેશી જુગાડ તમારી મુશ્કેલી મિનિટોમાં દૂર કરી દેશે.

ટાંકીને ઇન્સ્યુલેટેડ કવર કરો (Insulated Water Tank)

પાણીને(Water) ગરમ થતું અટકાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય એ છે કે ટાંકીને સીધા સૂર્યપ્રકાશથી બચાવવી. બજારમાં રેડીમેડ ઇન્સ્યુલેટેડ વોટર ટેન્ક કવર સરળતાથી મળી રહે છે. જો તમે ઘરે જ દેશી જુગાડ કરવા માંગો છો, તો ટાંકીની આસપાસ થર્મોકોલ શીટ્સ, રેક્સિન અથવા ઘરમાં પડેલા જૂના ગાદલા-ગોદડાં લપેટીને મજબૂત કવર બનાવી શકો છો. આનાથી બહારની ગરમી ટાંકીની અંદર પ્રવેશી શકશે નહીં અને પાણી એકદમ નોર્મલ રહેશે.

Water

ધાબા પર ટાંકીની ઉપર શેડ લગાવો

ઉનાળાની ઋતુમાં પ્રચંડ તડકાને કારણે ઘરની છત સૌથી વધુ તપે છે અને તેના કારણે ટાંકી(Water) પણ ગરમ થઈ જાય છે. જો તમે ટાંકીની ઉપર ટીન (પતરાં), ફાઈબર અથવા નર્સરીમાં વપરાતી ગ્રીન નેટ (ગ્રીન શેડ) લગાવી દો, તો સૂર્યના કિરણો સીધા ટાંકી પર પડતા અટકી જશે. આ લાંબા ગાળાનો અને ખૂબ જ ઉત્તમ ઉપાય છે, જેનાથી ટાંકીની સાથે-સાથે ધાબાનો એ ભાગ પણ ઠંડો રહેશે.

ટાંકીને સફેદ અથવા હળવા રંગથી પેઈન્ટ કરો

વિજ્ઞાનના નિયમ મુજબ, કાળો કે ઘેરો રંગ ગરમીને વધુ સોષે છે, જ્યારે સફેદ રંગ પ્રકાશને રિફ્લેક્ટ (પરાવર્તિત) કરે છે. જો તમારા ઘરની પાણીની ટાંકી કાળા કે પ્લાસ્ટિકના ઘેરા રંગની હોય, તો તેની બહારની સપાટી પર સફેદ અથવા એકદમ હળવો કલર કરી દો. આ એક નાનો પ્રયોગ ટાંકીને અતિશય ગરમ થતી અટકાવશે અને નળમાં ઉકળતું પાણી આવવાનું બંધ થઈ જશે.

કુદરતી ગ્રીન કવર અને છોડનો જુગાડ

જો તમે પ્રકૃતિપ્રેમી હોવ અને ધાબાને પણ સુંદર બનાવવું હોય, તો પાણીની(Water) ટાંકીની આસપાસ મોટા કુંડા ગોઠવી દો. ખાસ કરીને વેલાવાળા છોડ ટાંકીની આસપાસ એવી રીતે ફેલાવો જેથી ટાંકી પર કુદરતી છાંયો બની રહે. ગામડાઓમાં આજે પણ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ટાંકીની આસપાસ લીલું આચ્છાદન કે છોડનો સહારો લે છે, જે ખૂબ જ કારગત નીવડે છે.

Water

પાણીના વપરાશના સમયમાં ફેરફાર કરો

બપોરના ભીષણ તડકામાં ટાંકીનું પાણી (Water) સૌથી વધુ ગરમ હોય છે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે વાતાવરણ ઠંડુ થવાને કારણે ટાંકીનું પાણી આપોઆપ નોર્મલ કે ઠંડુ થઈ જાય છે. તેથી, સ્નાન કરવા કે કપડાં ધોવા જેવા મુખ્ય કામો વહેલી સવારે અથવા સાંજે પતાવવાનો આગ્રહ રાખો. આ ઉપરાંત, જો શક્ય હોય તો દિવસ દરમિયાન ટાંકીમાં મોટર ચાલુ કરીને થોડું તાજું અને ઠંડુ પાણી(Water) ઉમેરતા રહો, જેથી તાપમાન સંતુલિત રહે.


આ પણ વાંચો:સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર