Health Tips/ સવારે જાગતા જ ગરદન-પીઠમાં થાય છે દુખાવો? તમારી ઊંઘવાની આ ભૂલ હોઈ શકે છે જવાબદાર

શું તમે રોજ સવારે ગરદન કે પીઠના દુખાવા સાથે જાગો છો? ઊંઘવાની ખોટી રીત અને ખોટા ઓશીકાની તમારા Health પર કેવી અસર થાય છે અને તેનાથી બચવાના ઉપાયો વિશે વાંચો સંપૂર્ણ અહેવાલ.

Top Stories Tips & Tricks Health & Fitness Trending Lifestyle
જાણો કઈ રીતે સૂવું તમારા Health માટે સારું

Health Alert: ઘણીવાર સવારે જાગતી વખતે ગરદનમાં અકડામણ (Stiffness) અનુભવાય છે, જેને આપણે સામાન્ય ગણીને અવગણીએ છીએ. પરંતુ જો આ દુખાવો રોજિંદી સમસ્યા બની જાય, તો તે ગંભીર બની શકે છે. તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓ મુજબ, ગરદન અને પીઠના લાંબાગાળાના દુખાવા પાછળ માત્ર કામનું સ્ટેસ જ નહીં, પણ ઊંઘવાની ખોટી પદ્ધતિ અથવા ‘સ્લીપ એર્ગોનોમિક્સ’ (Sleep Ergonomics) જવાબદાર છે.

જાણો કઈ રીતે સૂવું તમારા Health માટે સારું

ઊંઘ દરમિયાન કરોડરજ્જુ પર ‘સાયલન્ટ સ્ટ્રેઈન’

નિષ્ણાતોના મતે, જ્યારે આપણે 6 થી 8 કલાક સુધી ખોટી સ્થિતિમાં ઊંઘીએ છીએ, ત્યારે આપણા સાંધા, ડિસ્ક, ચેતા (Nerves) અને સ્નાયુઓ પર સતત દબાણ રહે છે.

ગાદલા અને ઓશીકાની અસર: એક 40 વર્ષીય પ્રોફેશનલ મહિલાને સતત ગરદનનો દુખાવો રહેતો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેનું ખૂબ ઊંચું અને સખત ઓશીકું તેની ગરદનને કુદરતી આકારમાં રહેવા દેતું નહોતું. જેવું તેણે મધ્યમ ઊંચાઈનું નરમ ઓશીકું વાપરવાનું શરૂ કર્યું, થોડા અઠવાડિયામાં દુખાવો ગાયબ થઈ ગયો.

ચેતાઓ પર દબાણ: હૈદરાબાદના ન્યુરોલોજીસ્ટ ડો. સુધીર કુમાર જણાવે છે કે વાંકીચૂકી સ્થિતિમાં ઊંઘવાથી પેરિફેરલ ચેતાઓ પર દબાણ આવે છે, જેનાથી સવારે જાગતી વખતે હાથમાં ઝણઝણાટી કે બહેરાશ (Numbness) અનુભવાય છે.

તમારી ઊંઘવાની સ્થિતિ કેટલી યોગ્ય?

ઊંઘવાની પોઝિશન ફાયદા નુકસાન
પડખું ફરીને (Side) ગરદન અને કરોડરજ્જુ સીધી રહે છે, નસકોરાં અને એસિડ રિફ્લક્સ ઘટાડે છે. –
ચત્તા સૂવું (Back) કરોડરજ્જુ કુદરતી આકારમાં રહે છે. ઘૂંટણ અને કમરનો દુખાવો ઘટે છે. સ્લીપ એપનિયા (શ્વાસની સમસ્યા) વધારી શકે છે.
ઊંધા સૂવું (Stomach) – ગરદન મચકોડાય છે અને કમરના નીચેના ભાગ પર ભારે દબાણ આવે છે.

ગરદનનો દુખાવો અન્ય સમસ્યાઓ પણ નોતરે છે:

માથાનો દુખાવો: ગરદનના ઉપરના ભાગમાં અકડામણથી ‘સર્વિકોજેનિક’ માથાનો દુખાવો (Health) થઈ શકે છે જે કપાળ કે લમણામાં અનુભવાય છે.

પીઠનો દુખાવો: ગરદનના સ્નાયુઓ નીચે સુધી જોડાયેલા હોવાથી, ગરદનની અકડામણ આખી પીઠમાં ફેલાઈ શકે છે.

જાણો કઈ રીતે સૂવું તમારા Health માટે સારું

ક્યારે ડોક્ટરનો સંપર્ક કરવો?

જો સવારની અકડામણ 30 થી 60 મિનિટ કરતા વધુ સમય રહેતી હોય.

હાથ કે પગમાં સતત ઝણઝણાટી કે નબળાઈ અનુભવાતી હોય.

દુખાવો સ્નાયુઓમાંથી ફેલાઈને હાથ કે પગ સુધી જતો હોય (Sciatica કે Slipped Disc ના સંકેત હોઈ શકે).

શું કરવું અને શું ન કરવું? (Dos & Don’ts)

શું કરવું: ગરદન અને કરોડરજ્જુ (Health) એક સીધી રેખામાં રહે તેવું ઓશીકું વાપરો. સાઈડમાં (Health) ઊંઘતી વખતે બે ઘૂંટણ વચ્ચે ઓશીકું રાખવું હિતાવહ છે.

શું ન કરવું: વધુ પડતા ઊંચા કે સાવ સપાટ ઓશીકાનો ઉપયોગ ટાળો. ગાદલું (Mattress) વધુ પડતું પોચું કે સાવ પથ્થર (Health) જેવું સખત ન હોવું જોઈએ, તે ‘મીડિયમ-ફર્મ’ હોવું જોઈએ.


આ પણ વાંચો:  ઉનાળામાં નબળાઈ અને ચક્કરથી બચવા માટે ખાઓ આ 4 ફળ, શરીર રહેશે હાઇડ્રેટ અને એનર્જેટિક

આ પણ વાંચો : શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો