Ahmedabad News/ બેફામ કારચાલકનો આતંક! નરોડાના હંસપુરામાં ફૂટપાથ પર સૂતેલા મહિલા પર કાર ફરી વળતાં મોત

Ahmedabadના નરોડા હંસપુરામાં ગમખ્વાર અકસ્માત. પૂરઝડપે આવતી કારે ફૂટપાથ પર સૂતેલા 44 વર્ષીય પિંકીબેનને અડફેટે લેતા મોત થયું છે. પોલીસે તપાસ હાથ ધરી.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Hit and Run News:

Ahmedabad Hit and Run News: રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં ફરી એકવાર હીટ એન્ડ રનની સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા પાસે ગત બુધવારે મોડી રાત્રે એક બેકાબૂ કારચાલકે ફૂટપાથ પર સૂતેલા મહિલાને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને કારચાલક અંધારાનો લાભ ઉઠાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Ahmedabad : મોડી રાત્રે કાળ બનીને આવી કાર

ઘટનાની વિગત મુજબ, હંસપુરામાં આવેલા બિઝનેસ હબ કોમ્પ્લેક્સની સામે એક સ્કૂલ પાસે પિંકીબેન બળદેવભાઈ પટની (ઉ.વ. 44) પોતાના પરિવાર સાથે રહેતા હતા. પિંકીબેન ફ્રૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બુધવારે રાત્રે કામ પતાવીને તેઓ ફૂટપાથ પર પોતાની લારી પાસે સૂતા હતા, ત્યારે જીઈબી (GEB) તરફથી પૂરઝડપે આવતી એક અજાણી કારે તેમને કચડી નાખ્યા હતા.

હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તોડ્યો દમ

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પિંકીબેન પર ફરી વળી હતી, જેના કારણે તેમને માથા, ચહેરા, છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પિંકીબેનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

નંબર પ્લેટના આધારે પોલીસની તપાસ

હિટ એન્ડ રનની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જીને કારચાલક કાર લઈને ભાગી છૂટ્યો હતો. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ ઘટનાસ્થળના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ગાડીની નંબર પ્લેટના આધારે ફરાર કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે


આ પણ વાંચો:અમદાવાદના ગોમતીપુરમાં પોલીસે ફરિયાદ ન નોંધતા ભાઈબહેનનો આત્મહત્યાનો પ્રયત્ન

આ પણ વાંચો:અમદાવાદના રાણીપમાં યુવકની આત્મહત્યા, પારિવારિક ઝઘડાથી કંટાળી ભર્યું પગલું

આ પણ વાંચો:અમદાવાદના સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં નવો વળાંક, હાઇકોર્ટથી સગીર આરોપીને જામીન