ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કોરોના સંક્રમિત
હર્ષ સંઘવીનો RTPCR પોઝિટિવ
ભાજપના વધુ એક નેતા થયા સંક્રમિત
રાજ્યમાં કોરોના સંક્રમણ કોરેટ ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. ભાજપના એક પછી એક નેતાઓ કોરોના ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ આવ્યા છે. બુધવારે RT-PCR રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે. રાજ્યમાં અનેક રાજકીય નેતાઓ અને સેલિબ્રીટી કોરોના સંક્રમિત થયા છે જે ગંભીર બાબાત છે. ત્યારે હવે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી કોરોના સંક્રમિત થતા ભાજપમાં હાહાકાર થઇ ગયો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ કોરેટ ગતિએ વધતું જોવા મળી રહ્યું છે. ભાજપના એક પછી એક નેતાઓ કોરોના ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ આવ્યા છે. બુધવારે RT-PCR રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 4 જાન્યુઆરીએ સાબરમતી રીવરફ્રન્ટ ખાતે સંતસંમેલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલ ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. આ સંમેલનમાં હાજર રહેનાર ઋત્વિજ પટેલ, ધર્મેન્દ્ર શાહ પ્રભારી,ભાજપ AMC,ઉમંગ નાયક ,ખાડિયા કાઉન્સિલર, જૈવલ ભટ્ટ ડાયરેકટર,ગુજરાત સ્ટેટ ફાયનાન્સ બોર્ડ, અમિત શાહ શહેર પ્રમુખ ,ભૂષણ ભટ્ટ શહેર મહામંત્રી, દર્શક ઠાકર શહેર ઉપાધ્યક્ષ, મહેશ ઠક્કર કોષાધ્યક્ષ, પરેશ લાખાણી તેમજ અન્ય નેતાઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
