Education Budget 2026 India: નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મું બજેટ રજૂ કરીને શિક્ષણ અને યુવા શક્તિ માટે અનેક મોટી જાહેરાતો કરી છે. આ બજેટને નાણામંત્રીએ ‘યુવા શક્તિથી પ્રેરિત બજેટ’ ગણાવ્યું છે. જેમાં ખાસ કરીને મેડિકલ શિક્ષણને મજબૂત કરવા અને STEM ક્ષેત્રમાં ભણતી દીકરીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દીકરીઓના શિક્ષણ માટે મોટી જાહેરાત
સરકારે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે, જે અંતર્ગત STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત) ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે દેશના દરેક જિલ્લામાં એક અત્યાધુનિક મહિલા છાત્રાલય (Girls Hostel) બનાવવામાં આવશે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી અંતરિયાળ વિસ્તારની દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું વધુ સરળ, સુરક્ષિત અને સુલભ બનશે.

Budget 2026: મેડિકલ અને ઉચ્ચ શિક્ષણમાં ક્રાંતિ
બજેટમાં મેડિકલ અને ટેકનિકલ શિક્ષણને પ્રાથમિકતા આપતા દેશમાં ૩ નવી આયુર્વેદ કોલેજો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ, મોટા ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોર પાસે ૫ નવી યુનિવર્સિટી ટાઉનશિપ સ્થાપિત કરવામાં આવશે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કુશળ વર્કફોર્સ તૈયાર કરવા માટે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 અને સ્પેશિયલ ટ્રેનિંગ સેન્ટર્સ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે..
ટેકનોલોજી અને એનિમેશન ક્ષેત્રે નવી પહેલ
IIT મુંબઈના સહયોગથી દેશની 15,000 માધ્યમિક શાળાઓ અને 500 કોલેજોમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ગેમિંગ (AVGC) કન્ટેન્ટ ક્રિએટર લેબ બનાવવામાં આવશે. આ ઉપરાંત, પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે દેશના 20 પ્રખ્યાત પ્રવાસન સ્થળો પર 10,000 ગાઈડ્સને ખાસ તાલીમ આપીને સ્કીલ્ડ બનાવવાની યોજના પણ બજેટમાં જાહેર કરવામાં આવી છે.
શિક્ષણ બજેટમાં વર્ષોવર્ષ થયેલો વધારો
છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ પાછળ કરવામાં આવેલા ખર્ચની વિગતો નીચે મુજબ છે:

ભવિષ્યનું વિઝન: AI અને આધુનિક ટેકનોલોજી
નાણામંત્રીએ ભાર મૂક્યો હતો કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આપણને ભવિષ્યમાં ઘણી પ્રગતિ કરાવશે. રોજગાર સર્જન અને ઉત્પાદકતા વધારવા માટે સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણ પ્રણાલીમાં કરશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે મોટી ભેટ, માછીમારી, પશુપાલન અને AI આધારિત India-VISTAAR યોજના જાહેર
આ પણ વાંચો: ભારત બનશે ‘ઔદ્યોગિક મહાસત્તા’! ₹54.1 લાખ કરોડના બજેટમાં ‘રિફોર્મ એક્સપ્રેસ’નો રોડમેપ
આ પણ વાંચો: બજેટમાં ફક્ત એક જ જાહેરાત… શેરબજાર ધડામ, સેન્સેક્સ 2,000 પોઈન્ટ ઘટ્યો
