Not Set/ ઈરાનમાં એક બોઇંગ વિમાન થયું ક્રેશ, ઘટનામાં ૧૫ લોકોના મોત થયા હોવાની આશંકા

તેહરાન, ઈરાનની રાજધાની તેહરાનમાં એક બોઇંગ ૭૦૭ માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ૧૫ જેટલા લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિમાન ફૈથ એરપોર્ટ પર ઉતરતા સમયે એક દીવાર સાથે ટકરાયું હતું અને ત્યારબાદ એમાં આગ લાગી ગઈ હતી. સરકારી મીડિયાના […]

Top Stories World Trending

તેહરાન,

ઈરાનની રાજધાની તેહરાનમાં એક બોઇંગ ૭૦૭ માલવાહક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ૧૫ જેટલા લોકોના મોત થયા છે.

રાહત અને બચાવ કાર્ય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિમાન ફૈથ એરપોર્ટ પર ઉતરતા સમયે એક દીવાર સાથે ટકરાયું હતું અને ત્યારબાદ એમાં આગ લાગી ગઈ હતી.

સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, જે તસ્વીરો જાહેર કરવામાં આવી છે, એમાં વિમાનના પાછળના ભાગમાં આગ લાગી હોવાનું જોઈ શકાય છે. મળતી માહિતી મુજબ, ક્રેશ થયેલા આ વિમાનને હકીકતમાં તેહરાનથી અંદાજે ૪૦ કિલોમીટર દૂર એક અન્ય એરપોર્ટ પર ઉતરવાનું હતું.

ઈમરજન્સી મેડિકલ સર્વિસના પ્રમુખ પરિહોસનિ કોલીવંડના જણાવ્યા મુજબ, આ વિમાનમાં ૧૬ લોકો સવાર હતા, જેમાંથી માત્ર ૧ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.