નવી દિલ્હી,
હાલમાં નજ યુએઈમાં રમાયેલા એશિયા કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના ખેલાડીઓએ ICC વન-ડે રેન્કિંગમાં પણ મોટી છલાંગ લગાવી છે. એશિયા કપમાં ભારતના કેપ્ટન અને સ્ફોટક ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ વન-ડે રેન્કિંગમાં ૮૪૨ પોઈન્ટ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. રોહિત શર્માએ વન-ડે ક્રિકેટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ સ્થાન હાંસલ કર્યું છે.

આ સાથે જ ICC વન-ડે રેન્કિંગમાં ટોચના બે સ્થાન પાર ભારતીય ટીમના જ બે ખેલાડીઓ છે. પ્રથમ સ્થાન પર ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલી ૮૮૪ પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે.

એશિયા કપમાં સૌથી વધુ ૩૪૨ રન બનાવનાર શિખર ધવનના રેન્કિંગમાં પણ ચાર પોઈન્ટનો સુધારો થયો છે અને તે પાંચમા સ્થાન પહોચ્યો છે. ધવનના ૮૦૨ પોઈન્ટ છે.

બીજી બાજુ વન-ડે ક્રિકેટમાં બોલરોની વાત કરવામાં આવે તો, ભારતના ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવ ત્રણ સ્થાનની છલાંગ સાથે કેરિયર બેસ્ટ ત્રીજા સ્થાન પાર પહોચ્યો છે.

વન-ડેમાં બોલરોની યાદીમાં ટોચના સ્થાને ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાને છે, જયારે રાશિદ ખાન બીજા સ્થાને છે.

