ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2021 ની 19 મી મેચ રવિવારે એટલે કે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે થોડી ક્ષણોમાં શરૂ થશે. મેચ મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આઈપીએલ 14 માં અત્યાર સુધીની બંને ટીમોની યાત્રા વિશે વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે સતત ચાર મેચ જીતી લીધી છે. તેઓ હજી સુધી કોઈ મેચ હાર્યા નથી. આઈપીએલ 2021 પોઇન્ટ ટેબલમાં હાલમાં આરસીબી પ્રથમ ક્રમે છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સે તેની પહેલી મેચ હાર્યા બાદ ત્રણેય મેચ જીતી લીધી છે. ચેન્નાઈ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. મેદાનમાં ટોસ માટે બન્ને કેપ્ટન પહોંચી ગયા છે. ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતી લીધો છે અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો છે.
Match 19. Chennai Super Kings win the toss and elect to bat https://t.co/wpoquNeOR1 #CSKvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 25, 2021
આઈપીએલનાં ઇતિહાસની વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) નું પલડુ કોહલીની સેના સામે ભારે રહ્યુ છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 મેચ રમાઇ છે, જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. વળી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) એ 9 મેચ જીતી છે. આ કિસ્સામાં આ આંકડા ચેન્નાઈની તરફેણમાં છે. પરંતુ કોહલીની આરસીબી આ સીઝનમાં ખતરનાક રીતે રમી રહી છે. તેમની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ, ત્રણેય ખૂબ જ મજબુત લાગી રહ્યા છે.
Both teams have made changes to their XI.@ChennaiIPL: Tahir, Bravo return. Moeen, Lungi miss out@RCBTweets: Christian, Saini return. Richardson, Shahbaz miss outhttps://t.co/wpoquMXdsr #CSKvRCB #VIVOIPL pic.twitter.com/wl3yCLUp1U
— IndianPremierLeague (@IPL) April 25, 2021
આપને જણાવી દઇએ કે, કોહલી અને દેવદત્ત પડ્ડિકલે ગઈ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર બેટિંગ કરી હતી. આ બંને સ્ટાર ખેલાડીઓએ રાજસ્થાનનાં બોલરો પર પૂરી રીતે હાવી દેખાઇ રહ્યા હતા. આજે પણ આ બંનેની જવાબદારી રહેશે કે તેઓ આરસીબીને જોરદાર શરૂઆત આપે. આ બંને ખેલાડીઓ સિવાય એબી ડી વિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ પણ ખૂબ સારા ફોર્મમાં દેખાઈ રહ્યા છે. જો કે, શરૂઆતની ઓવરમાં વિકેટ મેળવવામાં નિષ્ણાત એવા દિપક ચહરનો સામનો કરવો બેંગલુરુ ખેલાડીઓ માટે સરળ રહેશે નહીં. મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલની હાજરી આરસીબીનાં બોલિંગ કેમ્પને ખૂબ મજબૂત બનાવે છે. તેમના સિવાય વોશિંગ્ટન સુંદર, કાયલ જેમ્સન, કેન રિચાર્ડસન અને યુઝવેન્દ્ર ચહલ બેંગ્લોરની બોલિંગમાં કોઈપણ બેટિંગ હુમલાને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

વળી ચેન્નાઈ સુપર કિંગ્સની જો વાત કરીએ તો તેના ઓપનર રિતુરાજ ગાયકવાડે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે શાનદાર ઇનિંગ્સ રમી હતી. ફાફ ડુ પ્લેસિસ સાથે મળીને તેણે વિજયનો પાયો નાખ્યો હતો, જેના આધારે ટીમે જીત મેળવી હતી. આ બે ખેલાડીઓ ઉપરાંત, મોઇન અલિ અને મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈના પર પણ જલ્દી રન બનાવવાની જવાબદારી રહેશે. કેપ્ટન ધોનીએ છેલ્લી મેચમાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા હતા. બોલિંગમાં દીપક ચહર પાવરપ્લેમાં આઈપીએલ સીઝન 14 નો સૌથી ખતરનાક બોલર સાબિત થયો છે. તે બેંગ્લોર માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા અને મોઇન અલી શાનદાર બોલિંગ કરી રહ્યા છે. શાર્દુલ ઠાકુર પર આજે વધુ સારી બોલિંગ કરવા માટે દબાણ રહેશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, એબી ડી વિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, વોશિંગ્ટન સુંદર, ડેનિયલ સિમ્સ, કાયલ જેમ્સન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, યુઝવેન્દ્ર ચહલ
Match 19. Royal Challengers Bangalore XI: V Kohli, D Padikkal, G Maxwell, AB de Villiers, W Sundar, D Christian, K Jamieson, H Patel, M Siraj, N Saini, Y Chahal https://t.co/wpoquNeOR1 #CSKvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 25, 2021
ચેન્નાઈ સુપર કિંગ્સ:
એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), ફાફ ડુપ્લેસી, રિતુરાજ ગાયકવાડ, સુરેશ રૈના, અંબાતી રાયડુ, સૈમ કરણ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, દિપક ચહર, ઇમરાન તાહિર
Match 19. Chennai Super Kings XI: F du Plessis, R Gaikwad, S Raina, A Rayudu, MS Dhoni, R Jadeja, DJ Bravo, S Curran, S Thakur, D Chahar, I Tahir https://t.co/wpoquNeOR1 #CSKvRCB #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 25, 2021

