સમાજમાં એવા કેટલાક લેભાગુઓ પણ છે જે માત્ર પોતાનો જ ફાયદો શોધતા હોય છે. આવા લોકો સમાજ કે અન્ય લોકોની કોઈ પણ પરવા કરતા નથી. કોરોના ના કપરા કહેર વચ્ચે પણ કેટલાક લેભાગુ તત્વો માત્ર નફો કમાઈ લેવા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી. આવું જ કૃત્ય વડોદરાના બે યુવાનો એકાર્યું છે અને કોરોનાના જેની બુમરાણ છે તેવા રેમડેસિવિર ના નકલી ઇન્જેક્શન બનાવવાનું શરૂ કર્યું હતું પરંતુ બુરાઈ નું આયુષ્ય લાંબુ નથી હોતું એમ આ ભેજાબાજોનો ભાંડો પણ બહુ જલદી ફૂટી ગયો.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા નજીક રાઘવપુરા ગામના ફાર્મ હાઉસમાં વિવેક મહેશ્વર અને નીતેશ જોશી નામના બે લેભાગુઓએ નકલી રેમડેસિવિર બનાવવાનું શરૂ કર્યું હતું. આ કેસમાં પોલીસે વિવેક મહેશ્વર અને આણંદની નઈમબેન હનીફભાઇ વોરા ની ધરપકડ કરી છે જ્યારે નીતેશ જોશીને વોન્ટેડ જાહેર કર્યો છે. બંને ભેજાબાજો ફાર્મ હાઉસમાં ડુપ્લીકેટ રેમડેસિવિર બનાવી પેકિંગ કરી વેચતા હતા.
બંને લેભાગુઓ ન્યુમોનિયા ની દવા ઉપર રેમડેસિવિર નું સ્ટીકર લગાવી 150 રૂપિયા ની દવા ચાર હજારમાં વેચતા હતા પોલીસે આશરે ૧૩,૦૦૦ જેટલા ઇન્જેક્શનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 700 જેટલા ઇન્જેક્શન નિતેશ જોષીએ અમદાવાદમાં વેચ્યા હતા અને 317 આણંદના જતીન પટેલને વેચ્યા હતા. આમ આણંદ અને વડોદરામાં મળીને કુલ 460 ઇન્જેક્શન વેચ્યા હતા. આમ આશરે 1160 જેટલા ઇન્જેક્શનો વેચી દીધા હતા. બે અઠવાડિયાથી આ લોકો ઇન્જેક્શન બનાવીને વેચતા હતા. વિવેક ફાર્માસિસ્ટ છે અને નિતેશ અમદાવાદ ખાતે એસવીપી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરતો હતો અને તે અમદાવાદનો રહેવાસી છે.
