matar/ માતર તાલુકાના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ના તફાવતના નાણાં આપવામાં તંત્રના અખાડા: શિક્ષકોમાં ભારે રોષ

અધિકારીઓએ સરકારના નિયમોની અવગણના કરી સિનિયોરિટી કુદાવી કેટલાક શિક્ષકોને લાભ આપ્યો

Gujarat Others

(પ્રતિનિધિ દ્વારા – હેમંત દેસાઇ)

  • દિવાળી અગાઉ તફાવતના નાણાં ચૂકવી આપવા શિક્ષકોનું અલ્ટીમેટમ
  • રાષ્ટ્રીય કામગીરીમાં યોગદાન આપનાર શિક્ષકોએ હવે અધિકારીઓને કેવી રીતે ખુશ કરવા ? તે એક યક્ષ પ્રશ્ન શિક્ષકોને દિવાળીના તહેવારોમાં સતાવી રહ્યો છે
  • 63 શિક્ષકોના તફાવત પેટે રૂપિયા 70.40 લાખનું બિલ બનાવી ઘણા સમયથી મૂકી રાખવામાં આવતા શિક્ષકોનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચ્યો 
  • અધિકારીઓએ સરકારના નિયમોની અવગણના કરી સિનિયોરિટી કુદાવી કેટલાક શિક્ષકોને લાભ આપ્યો

માતર તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના તફાવતના બાકી નીકળતા નાણાં આપવામાં છેલ્લા ઘણા સમયથી તંત્રના જવાબદાર દ્વારા અખાડા કરવામાં આવતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

માતર તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના કહેવા મુજબ છેલ્લા ઘણા સમયથી મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણના તફાવતના નાણાં આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. દિવાળીના તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે. ત્યારે તફાવતના નાણાં આપવામાં ભારે વિલંબ કરવામાં આવી રહ્યો છે.

આ સાથે શિક્ષકોએ તંત્રના જવાબદાર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષકોની સિનિયોરિટીની અવગણના કરી લેતી દેતીના વ્યવહાર લઈ જુનિયર શિક્ષકોને તફાવતની રકમનું ચુકવણું કરવામાં આવ્યુ છે જ્યારે સિનિયર શિક્ષકોની જાણીજોઈને અને ઇરાદપૂર્વક બાદબાકી કરવામાં આવી છે.

આ અંગે તાજેતરમાં કેટલાક શિક્ષકોએ માતરના તત્કાલીન ટી.ડી.ઓ.ને રજુઆત કરતા તફાવતના બિલને અટકાવવામાં આવ્યું હતું. તફાવતના રકમ આપવામાં કટકી થઈ રહી હોવાની પણ વ્યાપક ચર્ચાઓ શિક્ષક વર્તુળોમાં ભારે ચર્ચાઈ રહેલ છે. જોક, મંતવ્ય ન્યૂઝ આ અહેવાલને સમર્થન આપતું નથી. પરંતુ શિક્ષક વર્તુળોમાં આવી ચર્ચાઓ ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના મહિલા તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી ઉચ્ચતર પગાર ધોરણના કેસમાં વહેલા તે પહેલાં ધોરણે મંજૂર કરવાના અને ક્વેરી દૂર કરવાના કેસમાં ભ્રષ્ટાચાર કરવામાં આવતા એ.સી.બી. ના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા. હાલમાં માતર ટી.પી.ઓ.ની જગ્યા છેલ્લા બાર મહિના કરતા વધુ સમયથી ખાલી રહેવા પામી છે. આ જગ્યા ઇન્ચાર્જ માં ચાલી રહી છે. ખેડાના ટી.પી.ઓ.ને માતર ટી.પી.ઓ.નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ટી.પી.ઓ.દ્વારા વ્હાલા દવલાની નીતિથી શિક્ષકોમાં અસંતોષની લાગણી પ્રસરી રહી છે. દિવાળીના હવે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ઉચ્ચતર પગારના તફાવતની રકમ ક્યારે ચુકવવામાં આવે છે તેની સૌ શિક્ષકો મીટ માંડી રહ્યા છે.

તફાવતથી વંચિત શિક્ષકોની ઉગ્ર માંગણી
માતર તાલુકામાં આવેલ 93 પ્રાથમિક શાળાઓના 08 પે સેન્ટરોમાં અંદાજીત 511 કરતા વધુ શિક્ષકો હાલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તે પૈકી 104 શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણના રૂપિયા 1,29,41,789નું તા.21/09/23ના રોજ ચુકવણું કરવામાં આવ્યું છે. જ્યારે ઉચ્ચતર પગાર ધોરણના તફાવતથી વંચિત 63 શિક્ષકોના રૂપિયા 70,42,000 અંદાજીત બિલ તૈયાર છે દિવાળી પહેલા આ ચુકવણું કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ ચુકવણું સત્વરે આગામી દિવાળી અગાઉ કરવા સૌ શિક્ષકોએ ઉગ્ર માંગણી કરી છે.


ખેડા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

ખેડા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


Read More: ભારતીય અર્થતંત્ર દમદાર, 6.7 ટકાનો વિકાસ દર અકબંધ રહેશેઃ મૂડીઝ

Read More: કતારમાં 8 ભારતીયોને ફાંસીની સજા પર મોટું અપડેટ, વિદેશ મંત્રાલયે આપ્યું આ નિવેદન

Read More: હનીટ્રેપમાં ફસાયેલા રિટાયર્ડ ફોજીએ કરી આત્મહત્યા, બ્લેકમેલ કરનારાઓમાં પોલીસ પણ સામેલ


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube 

Download Mobile App : Android | IOS