કતારમાં 8 ભારતીયોને આપવામાં આવેલી ફાંસીની સજા પર મોટું અપડેટ સામે આવ્યું છે. પીટીઆઈ અનુસાર, વિદેશ મંત્રાલયે આ મામલે મોટું નિવેદન આપ્યું છે. ગયા મહિને કતારની અદાલત દ્વારા આઠ ભારતીયોને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર, વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ કેસમાં પહેલાથી જ અપીલ દાખલ કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે અહેવાલ આપ્યો કે 7 નવેમ્બરના રોજ, દોહા ખાતેના અમારા દૂતાવાસને અટકાયતીઓને વધુ એક કોન્સ્યુલર એક્સેસ મળ્યો હતો. અમે આ મુદ્દે કતારના અધિકારીઓ સાથે જોડાયેલા રહીશું
જાણો અરવિંદમ બાગચીએ શું કહ્યું?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે કહ્યું, ‘કતારમાં એક કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ છે, જેમણે 26 ઑક્ટોબરે અલ-દહરા કંપનીના આઠ કર્મચારીઓ પર ચુકાદો આપ્યો હતો, ચુકાદો ગોપનીય છે અને માત્ર કાનૂની ટીમ સાથે શેર કરવામાં આવ્યો છે. હા, તેઓ હવે આગળના કાયદાકીય પગલા વિશે વિચારી રહ્યા છે. અપીલ દાખલ કરવામાં આવી છે. તેની અપીલ દાખલ કરવામાં આવી છે.અમે આ મામલે કતાર સત્તાવાળાઓના સંપર્કમાં પણ છીએ.
વિદેશ મંત્રાલયે 8 ભારતીયોને ફાંસીની સજા પર શોક વ્યક્ત કર્યો હતો
વાસ્તવમાં, કતારની એક કોર્ટે એક વર્ષથી વધુ સમયથી અટકાયતમાં રહેલા ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી છે. જ્યારે તાજેતરમાં સજાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ભારત સરકારે સજા પર આઘાત વ્યક્ત કર્યો હતો અને તેના નાગરિકોની મુક્તિ સુરક્ષિત કરવા માટે તમામ ઉપલબ્ધ કાયદાકીય વિકલ્પોની શોધ કરવાનું વચન આપ્યું હતું. આ અધિકારીઓને કતાર દ્વારા જાસૂસીના આરોપમાં એક વર્ષથી વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે આ લોકોમાં એવા ઘણા અધિકારીઓ પણ સામેલ છે જેમણે ભારતીય નૌકાદળમાં રહીને મોટા ભારતીય યુદ્ધ જહાજોને કમાન્ડ કર્યા હતા.
જાણો ભારતીય અધિકારીઓ પર શું છે આરોપ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય નૌકાદળમાં વિવિધ પદો પર કામ કરી ચૂકેલા આ પૂર્વ અધિકારીઓ પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધરપકડ કરાયેલા અધિકારીઓએ ઈટાલી પાસેથી અદ્યતન સબમરીન ખરીદવાના કતારના ગુપ્ત કાર્યક્રમની વિગતો આપી હતી. રિપોર્ટ અનુસાર, આ જ કેસમાં એક ખાનગી ડિફેન્સ કંપનીના સીઈઓ અને કતારના ઈન્ટરનેશનલ મિલિટરી ઓપરેશન્સના વડાની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળના તમામ આઠ અધિકારીઓ પણ આ કંપનીમાં કામ કરતા હતા. કતારમાં જે પૂર્વ નેવી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના નામ છે કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનકર પકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ.
આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ
આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા
આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો