વલસાડ/ DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું

DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 11 06T192500.684 DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
  • વાપી GIDCમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયુ
  • પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીસ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયુ
  • DRIએ કંપનીમાંથી 121 કિલોથી વધુ MD ડ્રગ્સ ઝડપાયુ
  • 180 કરોડથી વધુની કિંમતનુ ડ્રગ્સ ઝડપાયુ

Vapi News:  એક સમય હતો જ્યારે ગુજરાતના દારૂબંધીની મિશાલ અપાતી હતી. પરંતુ હવે આ મામલે ગુજરાતની છબી ખરડાઈ ચૂકી છે. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ એટલું પકડાય અને પીવાય છે કે સરકારી દાવા પણ પોકળ સાબિત થયા છે. આવામાં વધુ એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. વાપી જીઆઇડીસીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

મળતી માહિતી અનુસાર,DRI એ મોટી કાર્યવાહી કરી છે. પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. ડી આર આઈ એ કંપની માંથી 121 કિલોથી વધુ મેફેડ્રોન એટલે એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત 180 કરોડથી વધારે છે. એક આરોપીના ત્યાંથી 18 લાખ રોકડા પણ મળ્યા છે.

હાલ DRIએ NDPS એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ રોકડ અને મેફેડ્રોન કબ્જે કરી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. મહત્વનું છે અગાઉ બે અઠવાડિયા પહેલા DRIએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીમાંથી ઓપરેશન કરોડો રૂપિયાનો પ્રવાહી મેફેડ્રોન પણ કબજે કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું


આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો