Ahmedabad/ અણધડ વહીવટઃ દેવાશીષ ચાર રસ્તે ભારે ટ્રાફિક જામ

મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓ અને ઓફિસરો વિકાસકામોમાં અણધડ રીતે કામગીરી શરૂ કરી દેતાં હોવાથી લોકોને ભારે હેરાનગતિ થતી હોય છે. ખોદકામ વખતે ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરતાં ના હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે અને વાહનચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાય છે. ઉચ્ચ અધિકારીઓએ પણ આ દિશામાં સૂચનો જારી કરવાની તાતી જરૂર છે.

Ahmedabad Gujarat Trending
traffic jam on Devashish four roads due to amc start road work without planning અણધડ વહીવટઃ દેવાશીષ ચાર રસ્તે ભારે ટ્રાફિક જામ

પ્રફુલ્લ ત્રિવેદી, એસોસિએટ એડિટર

એસ.જી. હાઇવે પર પકવાન બ્રિજથી ઇસ્કોન તરફના છેડે સર્વિસ રોડના વળાંકમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને દિવાળીના તહેવારો પર જ ખોદાકામ શરૂ કરવાની મુર્ખામી કરી હોવાથી આસપાસના તમામે તમામ રસ્તાઓ પર અસામાન્ય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. એમાં પણ દેવાશીષ ચાર રસ્તા પર તો ટ્રાફિક પોલીસ પણ નિયંત્રણ કરતાં ત્રાસી ગઇ હતી.

એક તરફ ચાર રસ્તાની ચારેય તરફ ગેરકાયદે પાર્કિંગ અને તેના કારણે સાંકડા થઇ ગયેલા રોડ પર થતાં ટ્રાફિક જામથી વાહનચાલકો સતત ભારે હાલાકીમાં મુકાયેલા રહે છે. 5 મિનિટનો રસ્તો પાર કરતાં 45 મિનિટ થાય છે. દિવાળીના તહેવારોનો ટ્રાફિક હોય અને બીજી તરફ માલવાહક વાહનો દુકાનો નજીક ઊભા રહી માલસામાન પીકઅવર્સમાં ઊતારતા હોય ત્યારે દારૂણ સ્થિતિ ઉમેરો થાય છે.

આ અંગે આટલી બાબતો થવી જ જોઇએ
(1.) ખોદકામ કરતાં પહેલાં વૈકલ્પિક રસ્તાની તપાસ કરી લેવી જોઇએ. આ અંગે ટ્રાફિક પોલીસ સાથે આગોતરૂં સંયોજન કરવું જોઇએ.
(2.) ટ્રાફિક પોલીસે ત્રણ દિવસ અગાઉથી વૈકલ્પિક રસ્તાઓ પરના ગેરકાયદે પાર્કિંગ હટાવવાની ઝુંબેશ તેજ કરવી જોઇએ.
(3.) મ્યુનિ.એ લીધેલા ઠેકાણાં વગરના નિર્ણયને કારણે ટ્રાફિક પોલીસે હાજર રહેવું જોઇએ આ અંગે દૂર સુધી બોર્ડ મુકવા જોઇએ. દૂરથી જ ટ્રાફિક ડાયવવર્ટ કરી દેવો જોઇએ.
(4.) વસ્ત્રાપુરમાં LG કોલેજની નજીકના સાંકડા રોડ પર ખોદાકામ આજ સવારથી ચાલું કર્યું છે, ત્યાં પણ આવી જ સ્થિતિ પેદા થઇ છે.


આ પણ વાંચોઃ જૂનાગઢ/માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો

આ પણ વાંચોઃ Patan/રાધનપુરમાં પાણી મુદ્દે હોબાળો થતાં BJPના ધારાસભ્યએ ગાડીમાં બેસી ચાલતી પકડી

આ પણ વાંચોઃ meteorological department/દિવાળીમાં વિઘ્ન બનશે વરસાદ ? કેવો રહેશે ઠંડીનો ચમકારો જાણો શું કહે છે હવામાન વિભાગ


અમદાવાદ જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

અમદાવાદ જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitter,  WhatsApp,TelegramInstagramKoo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.