જૂનાગઢ/ માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો

જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ સોયાબીનની 22,500 ક્વિન્ટલ સાથે આજથી કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા હતા.

Gujarat Others
YouTube Thumbnail 2023 11 06T183621.802 માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો

Junagadh News: જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ સોયાબીનની 22 હજાર 500 ક્વિન્ટલ સાથે આજથી કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા હતા. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જુદી જુદી જણશો લઈને વેચાણ કરવા આવી રહ્યા છે ત્યારે ટેકા ના ભાવ કરતા ખુલ્લી બજારમાં જણસીઓના સારા ભાવ મળી રહ્યા છે. એકજ દિવસમાં 45 હજાર કટ્ટા 22 હજાર 500 ક્વિન્ટલ સોયાબીનની આવક  નોંધાય છે.

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો જુદી જુદી જાણશો લઈને વેચાણ કરવા આવી રહ્યા છે ત્યારે ટેકા ના ભાવ કરતા ખુલ્લી બજારમાં જણસીઓના સારા ભાવ મળી રહ્યા છે.સોયાબીન તુવેર તલ સહિત અનેક પાકોની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી જ્યારે એકજ દિવસમાં 45,000 કટ્ટા 22500 ક્વિન્ટલ સોયાબીનની આવક નોંધાતા યાર્ડમાં રેકોર્ડ સર્જાયો છે.

 જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની હરાજીના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જેમાં આજથી કપાસ ની આવક પણ શરૂ થઈ ગઈ છે જેથી ખેડૂતો હવે કપાસની હરાજી પણ યાર્ડમાં કરવા આવી પહોંચ્યા હતા. અને ક્વિન્ટલ સોયાબીનની આવકની સામે એક મણનો ઊંચો ભાવ 1010, નીચો ભાવ 900 રૂપિયા અને સામાન્ય ભાવ 940 રૂપિયા નોંધાયો હતો.

માર્કેટિંગ યાર્ડમાં પુષ્કર પ્રમાણમાં સોયાબીનની આવક નોંધાતા ખેડૂતોને સારા એવા ભાવ પણ મળ્યા હતા.કપાસની પ્રથમ દિવસે 14 કિવનતલ આવક નોંધાઇ હતી જેમાં ઊંચો ભાવ 1616 નીચો ભાવ 1440 અને સામાન્ય ભાવ 1500 રહ્યા હતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડ માં જણસી વહેંચી અને સ્થળ પર જ મૂડી પણ મળી જતી હોવાથી ખુશખુશાલ જોવા મળ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો


આ પણ વાંચો:રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી અને સુરેશ મહેતાની કારને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:પ્રેમીએ ફોટો વાયરલ કરવાની ઘમકી આપતા વિદ્યાર્થીનીએ ટુંકાવ્યું જીવન

આ પણ વાંચો:ગુજરાતનું આ ગામ હવે ઓળખાશે “દીકરી ગામ” તરીકે

આ પણ વાંચો:સ્પેસ થીમ, 50 મીટર ઉપર સુધી જશે પાણી, સાયન્સ સિટીમાં દેશનો સૌથી મોટો ફાઉન્ટેન શો