Not Set/ હોસ્પિ.માં દર્દીએ કર્યો બે વાર આપઘાતનો પ્રયાસ, કારણ જાણશો તો ચોંકી જશો

સુરત, સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. ત્રીજા માળેથી ઝંપલાવીને દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ચોંકાવનારી વાત એ છે કે આ દર્દીએ ઘરે ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી અને તેને કારણે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો. તો હોસ્પિટલમાં પણ તેણે ત્રીજા માળેથી કુદીને જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો. […]

Top Stories Gujarat

સુરત,

સુરતમાં મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એક દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ. ત્રીજા માળેથી ઝંપલાવીને દર્દીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

ચોંકાવનારી વાત એ છે કે આ દર્દીએ ઘરે ઝેરી દવા પીને આત્મહત્યાની કોશિશ કરી હતી અને તેને કારણે તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો.

તો હોસ્પિટલમાં પણ તેણે ત્રીજા માળેથી કુદીને જીવ ગુમાવવાનો પ્રયાસ કર્યો. જો કે હોસ્પિટલના સ્ટાફે તેને બચાવી લીધો હતો અને ત્યાર બાદ તેને બેડ સાથે બાંધી દીધો હતો.

તો મળતી માહિતી પ્રમાણે ઉછીના લીધેલા રૂપિયાને લઈને વ્યાજખોરોનો ત્રાસ વધી જતા તેણે બબ્બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો. 50 હજાર ઉછીના લીધેલા રૂપિયા સામે વ્યાજખોરો 1 લાખ રૂપિયાની માાગ કરી રહ્યા હતા.