Not Set/ CWG ૨૦૧૮ : હોકીની સેમીફાઈનલ મેચમાં ભારતને ન્યુઝીલેન્ડની ટીમે આપ્યો ૩-૨થી પરાજય

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસે ભારતને વધુ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા બાદ હોકીમાં નિરાશા સાપડી છે. ભારતની પુરુષોની ટીમ પણ મહિલાઓની ટીમ પ્રમાણે જ હોકીમાં પોતાનું ભાગ્ય બદલી શકી નથી અને આ ટીમને પણ સેમીફાઈનલમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. Indian men's hockey team loses to New Zealand, 2-3, will […]

Sports

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસે ભારતને વધુ ત્રણ ગોલ્ડ મેડલ મળ્યા બાદ હોકીમાં નિરાશા સાપડી છે. ભારતની પુરુષોની ટીમ પણ મહિલાઓની ટીમ પ્રમાણે જ હોકીમાં પોતાનું ભાગ્ય બદલી શકી નથી અને આ ટીમને પણ સેમીફાઈનલમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સમાં હોકીની રમાયેલી સેમીફાઈનલમાં મેચમાં ભારતને ન્યુઝીલેન્ડની ટીમે ૩-૨થી પરાજય આપ્યો છે. સેમીફાઈનલમાં હાર સાથે હવે આ ગેમ્સમાં ભારતનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન તૂટ્યું છે. પરંતુ હવે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ માટે પોતાનું જોર અજમાવવું પડશે.

મહત્વનું છે કે, આ પહેલા ભારતીય મહિલાઓની હોકી ટીમ ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે ૦-૧થી હારી હતી.

ભારતીય હોકી ટીમ અંગે લોકોને હતી ગોલ્ડ મેડલની આશા

ભારતના દિલ્લીમાં વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૪મ ગ્લાસ્ગોમાં રમાયેલા કોમનવેલ્થગેમ્સમાં ભારતીય ટીમની હોકીની ફાઈનલમાં હાર થઇ હતી પરંતુ આ વખતે તેઓની સેમીફાઈનલમાં મેચમાં પોતાનું અભિયાન સમાપ્ત થયું છે.

ભારતે આ મેચમાં કુલ ૯ પેનલ્ટી કોર્નરમાંથી ૮ કોર્નર ગુમાવ્યા હતા તેમજ ડિફેન્સની ભૂલના કારણે મેચ ગુમાવવી પડી છે.

આ પહેલા કોમનવેલ્થ ગેમ્સનો ૯મો દિવસ ભારત માટે ખુબ સફળ રહ્યો હતો. કુસ્તીની ૬૫ કિલો ગ્રામ કેટેગરીમાં પહેલવાન બજરંગ પુનિયાએ વેલ્સના કેન ચેરિંગને હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુનિયાએ વેલ્સના કેન ચેરિંગને એકતરફી મુકાબલમાં ૧૦-૦થી હરાવ્યો હતો.

બજરંગ પુનિયા ઉપરાંત મહિલા કુસ્તીની ૫૭ KGની કેટેગરીમાં પૂજા ઢાંઢાએ સિલ્વર પોતાના નામે કર્યો હતો તેમજ કુસ્તીની ૬૮ KGની કેટેગરીમાંદિવ્યા કાકરાને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જયારે પુરુષોની કુસ્તીની ૯૭ KGની કેટેગરીમાં પહેલવાન મૌસમ ખત્રીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.

આ પહેલા કોમનવેલ્થ ગેમ્સના ૯માં દિવસે ૧૫ વર્ષના અનીશે ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર રાઈફલની સ્પર્ધામાં રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

અનીશે ભારતની જ ૧૬ વર્ષની શૂટર મનુ ભાકેરનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા મનુ ભાકેરે આ જ સ્પર્ધામાં મહિલાઓની ૧૦ મીટર એર રાયફલમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષોની ૨૫ મીટર ફાયર રાઈફલમાં અનીશે ૩૦ અંક મેળવ્યા હતા. જયારે ઓસ્ટ્રેલિયાના સર્ગેઇ એવેલસ્કીને ૨૮ અંક સાથે સિલ્વર મેડલ અને ઈંગ્લેન્ડના સૈમ ગોવિને ૧૭ અંક સાથે બ્રોન્ઝમેડલ પ્રાપ્ત કર્યો હતો.

તેજસ્વિની સાવંતે દેશ માટે ૧૫મો ગોલ્ડમેડલ મેળવ્યો હતો. આ ગોલ્ડ મહિલાઓની ૫૦મીટર રાઈફલ પોઝીશન-3માં પ્રાપ્ત કર્યો હતો. આ સાથે સાવંતનો આ કોમનવેલ્થમાં બીજો મેડલ છે. આ પહેલા તેજસ્વિની સાવંતે મહિલાઓની ૫૦ મીટર રાઈફલ પ્રોન સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં તેજસ્વિની સાવંતે કુલ ૪૫૭.૯  અંકો પ્રાપ્ત કર્યા હતા.