IPL 2022/ સનરાઇઝર્સ હૈદરાબાદની સતત ચોથી જીત, ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારે કરી કમાલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદને પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કદાચ આ ટીમ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં

Top Stories Sports

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદને પ્રથમ બે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે કદાચ આ ટીમ આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી શકશે નહીં, પરંતુ આગામી ચાર મેચોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે એવું પ્રદર્શન કર્યું છે કે સામેની ટીમો ચારેય ખુણે ચીટ્ટ થઇ ગઇ . IPL 2022ની 28મી મેચમાં પંજાબ કિંગ્સ સાથે પણ આવી જ સ્થિતિનું સર્જન થયું હતું.

 કેપ્ટન મયંક અગ્રવાલ વિના રમતી પંજાબ કિંગ્સ ટીમે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવી પડી હતી અને હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારે ટીમનો વિનાશ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સ 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મલિકે 4 અને ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સ તરફથી લિયામ લિવિંગસ્ટોને 60 રનની જોરદાર ઇનિંગ રમી હતી.

જયારે  152 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ અભિષેક શર્મા અને એડન માર્કરામની સાથે નિકોલસ પૂરન સાથે મળીને ટીમને જીત અપાવી હતી. માર્કરામ 27 બોલમાં 41 રન અને પૂરન 30 બોલમાં 35 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા, જ્યારે રાહુલ ત્રિપાઠીએ 34 અને અભિષેક શર્માએ 31 રન બનાવીને ટીમને સારી સ્થિતિમાં પહોંચાડી હતી.

આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદની આ સતત ચોથી જીત છે અને આ જીત સાથે હૈદરાબાદની ટીમ હવે આઈપીએલ 2022ના પોઈન્ટ ટેબલમાં ટોપ 4માં પહોંચી ગઈ છે. IPLની 15મી સિઝનમાં માત્ર ચાર ટીમોએ ચાર-ચાર મેચ જીતી છે અને હૈદરાબાદ પણ તેમાંથી એક ટીમ છે. જયારે પંજાબ કિંગ્સને IPL 2022 માં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં કેપ્ટન શિખર ધવન હતો.