Ahmedabad News/ રાજ્યપાલની મેટ્રોમાં સફર, સાદગીનું ઉદાહરણ

આજે તેમણે સામાન્ય નાગરીકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરીને ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ (Governor)હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે

Gujarat Ahmedabad
ગુજરાતના રાજ્યપાલ(Governor) આચાર્ય દેવવ્રતની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક લોકોને જોવા મળી છે

Ahmedabad News : ગુજરાતના રાજ્યપાલ(Governor) આચાર્ય દેવવ્રતની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક લોકોને જોવા મળી છે. આજરોજ રાજ્યપાલએ ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સુધી મુસાફરી કરી હતી. રાજ્યપાલ ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશને સામાન્ય મુસાફરની જેમ લાઈનમાં ઉભા રહીને જાતે ટિકિટ ખરીદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા.

ત્યારબાદ તેઓએ અન્ય મુસાફરોની સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી. રાજ્યપાલ મેટ્રોમાં મુસાફરી કરતા હોવાની જાણ થતા જ અન્ય મુસાફરોમાં પણ કુતુહલ સર્જાયું હતું. રાજ્યપાલ મુસાફરો સાથે સહજ સંવાદ કરી મેટ્રોની મુસાફરીમાં સહભાગી બન્યા હતા. રાજ્યપાલએ મેટ્રોમાં મુસાફરી વિશે લોકોના અનુભવો જાણ્યા હતા.

લોકોએ રાજ્યપાલ સાથે ફોટો પડાવીને પોતાની સફરને જીવનભર માટે યાદગાર બનાવી હતી. મહત્વનું છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અનેકવાર એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને પોતાની સાદગીનો પરિચય આપે છે.

આજે તેમણે સામાન્ય નાગરીકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરીને ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ (Governor)હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.


આ પણ વાંચો : રોગોથી બચવું છે? તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ, વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગંભીર ચેતવણી

આ પણ વાંચો :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું

આ પણ વાંચો :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનમાં વાયુસૈનિકો સાથે મુલાકાત કરી