Bhuj News/ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનમાં વાયુસૈનિકો સાથે મુલાકાત કરી

આચાર્ય દેવવ્રતજીએ દેશની રક્ષા માટે પ્રતિબદ્ધ ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની પ્રશંસા કરી

Gujarat

Bhuj News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં તહેનાત વાયુસૈનિકો સાથે આત્મીયતા પૂરક સંવાદ કર્યો. તેમણે દેશની રક્ષા માટે સદૈવ સજ્જ રહેનાર ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની દિલથી પ્રશંસા કરી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાસ કરીને ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અપ્રતિમ ઉત્સાહ અને દ્રઢ સંકલ્પશક્તિ સાથે ફરજ નિભાવવી એ ભારતીય વાયુસેનાની ખાસિયત છે. તેમણે વાયુસૈનિકોના જુસ્સા અને કર્તવ્યપરાયણતાને વંદન કરતા કહ્યું કે: “રાષ્ટ્રની સુરક્ષા અને સર્વભૌમત્વના રક્ષણમાં તમારું યોગદાન અનમોલ અને ગૌરવપૂર્ણ છે. આખો દેશ તમારી વીરતા અને સમર્પણને નમન કરે છે.”

રાજ્યપાલએ વાયુસૈનિકો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાષ્ટ્ર સદા તેમની પડખે છે. તેમણે હાજર અધિકારીઓ અને જવાનોને શુભેચ્છાઓ પાઠવી અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.આ અવસરે વાયુસેના સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યપાલશ્રીને સ્ટેશનની પ્રવૃત્તિઓ, વ્યૂહાત્મક મહત્તા તથા ઓપરેશન સિંદૂરમાં ભજવવામાં આવેલી ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વડનગરમાં જે સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતુ તે સ્કૂલ પરિસરમાં નિર્માણ પામેલી પ્રેરણા સ્કૂલની મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારંભ, 865 શાળાઓ સજ્જ

આ પણ વાંચો: શિક્ષણ વિભાગ દ્વારા નવા વર્ષનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર પૂરક, પ્રિલિમ અને વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર પાંચ જૂનથી શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થશે નવા શૈક્ષણિક કેલેન્ડર