Surat News : સુરતમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્સુતવ્રયસ્તત થઈ ગયું હતું. ઠેરઠેર ભારે પાણી ભરાયા હતા. જેને કારણે અનેક વાહનો પાણીમાં ફસાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.બીજીતરફ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા.
તેઓ મજુરા મતવિસ્તારમાં આવેલ આઝાદનગર ખાતે મુલાકાત લીધી હતી. આઝાદનગર ખાતે છેલ્લા બે દિવસથી ખાડીપુરના પાણી ભરાયા છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એ અસરગ્રસ્ત લોકો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. રાજ્ય ગૃહમંત્રી સુરત પહોંચી પૂરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા હતા.
આ પણ વાંચો:આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ આવશે, 24 જીલ્લામાં યલો એલર્ટ
આ પણ વાંચો:અતિભારે વરસાદ સુરતના હાલ બેહાલ, જાણો ડાયમંડ સિટીમાં ક્યાં કેવો પડ્યો મેધો
આ પણ વાંચો:સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ
