Sabarkantha News/ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં 10 ઇંચ વરસાદ

સાબરકાંઠામાં વરસાદે માઝા મૂકી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં દસ ઇંચ વરસાદ ત્રાટકતા આખુ ખેડબ્રહ્મા પાણીથી તરબોળ થઈ ગયું છે. ચોમેર પાણી જ પાણી છે.

Top Stories Gujarat Others Breaking News

સાબરકાંઠાઃ સાબરકાંઠામાં વરસાદે માઝા મૂકી છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 12 કલાકમાં દસ ઇંચ વરસાદ ત્રાટકતા આખુ ખેડબ્રહ્મા પાણીથી તરબોળ થઈ ગયું છે. ચોમેર પાણી જ પાણી છે. રસ્તાઓ તો જાણે નહેર છે. ગલીઓમાંથી લઈને બધે પાણી છે. નીચાણવાળા વિસ્તારો જાણે બેટ બની ગયા છે. ખેડબ્રહ્માનો કોઈ વિસ્તાર બાકી નથી જે પાણીમાં અડધો ડૂબ્યો ન હોય.

કેટલાય ઝૂંપડાઓ પાણીમાં તણાઈ ગયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા કેટલાય લોકોએ છત પર બેસવું પડ્યું તેવી સ્થિતિ છે. ખેડબ્રહ્મામાં પાણી ભરાતા તકેદારીના ભાગરૂપે કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. કેટલાય મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોએ ઘરોમાંથી પાણી કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. બીજી બાજુએ ખેડબ્રહ્મા નગરપાલિકાએ પણ પાણી કાઢવા પમ્પિંગ સ્ટેશનોને કામે લગાડ્યા છે.

કેટલાય મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોની હાલાકી વધી ગઈ છે. ચોમેર પાણીના લીધે વાહનવ્યવહાર થંભી ગયો હોય તેવી સ્થિતિ છે. તેના કારણે સ્કૂલો અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે, કારણ કે વાહનવ્યવહાર શક્ય જ ન હોય તો કોણ આવે.

અવિરત વરસાદથી ભીમાક્ષી નદીમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત હરણાવ નદીમાં પણ નવા નીર આવ્યા છે. નગરપાલિકાના વોટરવર્ક્સની દીવાલ ધરાશાયી થઈ છે. પાણી ઘૂસતા 20 સફાઈ કામદારોને પ્રથમ માળે ખસેડવામાં આવ્યા છે.  નદીમાં પાણી આવતા કોલેજના મેદાનમાં પાણી ફરી વળ્યા હતાં.

આની સીધી અસર ખેડબ્રહ્મામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચાલતા મતદાન પર પડે તેમ માનવામાં આવે છે. આવા વરસાદ અને આવા પાણીમાં મતદાન કરવા કોણ જાય. આના લીધે ખેડબ્રહ્મામાં આવેલી ગ્રામ પંચાયતોમાં પણ મતદાન નામ માત્રનું થાય તેમ માનવામાં આવે છે. ખેતરો જળબંબાકાર છે, જળપ્રલય જેવી સ્થિતિ છે. ખેડૂતો પાસે અત્યારે પહોંચી ન વળાય તેટલું કામ છે ત્યારે તે મતદાન કરે કે ખેતરોમાં ભરાયેલા પાણી ઉલેચે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અરવલ્લીમાં ભારે વરસાદ : 2 કલાકમાં 5 ઈંચ વરસાદ, સાબરકાંઠા-બનાસકાંઠામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: સાબરકાંઠા : ઈડરમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત

આ પણ વાંચો: સાબરકાંઠા : જાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવવા મામલે ફરિયાદ દાખલ