Breaking News/ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની બદલી, જાણો કોને સોંપાઈ જવાબદારી?

ગુજરાતમાં 2 IAS અધિકારીઓની Transfer: સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરી GUVNL માં મૂકાયા, જ્યારે એમ. નાગરાજન સુરતના નવા કમિશનર બન્યા.

Top Stories Gujarat Surat
Transfer

IAS Transfer Gujarat: ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્રમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બે સિનિયર IAS અધિકારીઓની બદલી (Transfer) કરવામાં આવી છે, જેમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને એમ. નાગરાજનનો સમાવેશ થાય છે.

 શાલિની અગ્રવાલની Transfer હવે GUVNL ના MD

સુરત મહાનગરપાલિકામાં કમિશનર તરીકે સેવા આપી રહેલા શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેમને હવે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

Surat

સુરતને મળ્યા નવા મનપા કમિશનર

શાલિની અગ્રવાલના સ્થાને હવે એમ. નાગરાજન સુરત મહાનગરપાલિકાના નવા કમિશનર તરીકે ચાર્જ સંભાળશે. હવે સુરતના વિકાસ કાર્યો અને વહીવટની કમાન તેમના હાથમાં રહેશે.

વધારાના ચાર્જની સોંપણી

આ ફેરબદલની સાથે જ રાજેન્દ્ર કુમારને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી

આ પણ વાંચો:  વન વિભાગના અધિકારીઓની બદલી અને બઢતી, જાણો કોને ક્યાં મળી નવી જવાબદારી?

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં 19 PI અને 41 PSIની બદલી, પોલીસ વિભાગમાં ચર્ચા