Not Set/ ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને મળ્યું Extension

ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષ માટે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. ભાજપની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ પહેલા એવા ગવર્નર છે જેમને આ પદ પર એક્સટેન્શન મળ્યું છે.

Top Stories Business
શક્તિકાંત દાસ
  • શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો
  • RBIનાં ગવર્નર શક્તિકાંત દાસ
  • કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
  • RBI ગવર્નરનો કાર્યકાળ વધારાયો
  • 1980ની બેચનાં IAS ઓફિસર છે દાસ
  • કેબિનેટની નિયુક્તિ સમિતિએ આપી મંજૂરી
  • ડિસે.2024 સુધી ત્રણ વર્ષ કાર્યકાળ વધ્યો

ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર શક્તિકાંત દાસને આગામી ત્રણ વર્ષ માટે સેવામાં વધારો કરવામાં આવ્યો છે. ભાજપની વર્તમાન નરેન્દ્ર મોદી સરકારમાં તેઓ પહેલા એવા ગવર્નર છે જેમને આ પદ પર એક્સટેન્શન મળ્યું છે. અગાઉનાં ગવર્નર્સે પદ પરથી રાજીનામું આપી દીધું હતુ અથવા તેઓ એકેડેમિશિયન તરીકે તેમની સેવામાં પાછા ફર્યા છે.

આ પણ વાંચો – મુલાકાત / પ્રિયંકા ગાંધી આવતીકાલે લલિતપુર ખેડૂતોને મળશે, ખાતરની અછતના લીધે એક ખેડૂતનું મોત નિપજ્યું

આપને જણાવી દઇએ કે, મોદી સરકારે શક્તિકાંત દાસને વધુ ત્રણ વર્ષ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં ગવર્નર તરીકે ફરીથી નિયુક્ત કર્યા છે. પુનઃનિયુક્તિ 10 ડિસેમ્બરથી અથવા આગળનાં આદેશો સુધી, બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી અસરકારક રહેશે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યુ, “કેબિનેટની નિમણૂક સમિતિએ ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર તરીકે શક્તિકાંત દાસની 10 ડિસેમ્બર, 2021 થી અમલમાં આવતા વધુ ત્રણ વર્ષ માટે અથવા આગળનાં આદેશો સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી પુનઃનિયુક્તિની પરવાનગી આપવામાં આવી છે.” કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારે મોડી રાત્રે આ નિર્ણયને મંજૂરી આપી હતી. દાસ અગાઉ નાણા મંત્રાલયમાં આર્થિક બાબતોનાં સચિવ હતા અને 11 ડિસેમ્બર, 2018 નાં રોજ ત્રણ વર્ષનાં સમયગાળા માટે મધ્યસ્થ બેંકનાં વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. શક્તિકાંત દાસને વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે અને તેમણે નાણા, કરવેરા, ઉદ્યોગ તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અનુસ્નાતક છે.

આ પણ વાંચો – World / તાલિબાન સાથેની દોસ્તી પાકિસ્તાનને ભારે પડી, અફઘાનિસ્તાન સરહદ પર આતંકવાદી હુમલામાં 8 સૈનિકોના મોત

ભારત સરકારનાં નાણા મંત્રાલયમાં તેમના લાંબા કાર્યકાળ દરમિયાન તેઓ 8 કેન્દ્રીય બજેટની તૈયારીમાં સીધા સંકળાયેલા હતા. દાસે વિશ્વ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB), ન્યુ ડેવલપમેન્ટ બેંક (NDB) અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)માં ભારતનાં વૈકલ્પિક ગવર્નર તરીકે પણ સેવા આપી છે. તેમણે IMF, G20, BRICS, SAARC વગેરે જેવા આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.