Forest Department News: ગુજરાત રાજ્યમાં વહીવટી તંત્રને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ભારતીય વન સેવા (IFS) ના અધિકારીઓની મોટા પાયે બદલી અને બઢતીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ Gujarat IFS Transfer હેઠળ કુલ 2 IFS અધિકારીઓની બદલી કરવામાં આવી છે,જ્યારે 5 અધિકારીઓને બઢતી (Promotion) આપી મહત્વની જવાબદારીઓ સોંપાઈ છે. આ સાથે જ કેટલાક અધિકારીઓને વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.Gujarat IFS Transfer માં કોની ક્યાં થઈ બદલી?
આ આદેશ મુજબ, જૂનાગઢ સર્કલના CCF એસ. મણિશ્વરા રાજાની બદલી ગાંધીનગર ખાતે PMU-PERGના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે. તેવી જ રીતે, કચ્છ-ભુજના CCF ડો. સંદીપકુમારની Gujarat IFS Transfer અંતર્ગત વડોદરા સર્કલના CCF તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ફેરબદલથી વડોદરા અને ગાંધીનગરના વન વિભાગના વહીવટમાં નવા અધિકારીઓની એન્ટ્રી થઈ છે.
Gujarat IFS Transfer ના મુખ્ય ફેરફાર
રાજ્ય સરકારે વડોદરા વિભાગના કન્ઝર્વેટર ડો. અંશુમન શર્માને પ્રમોશન આપીને કેવડિયાના ચીફ કન્ઝર્વેટર (CCF) તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે જ તેમને GSFDCL વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. કેન્દ્ર સરકારની સંસ્થામાં ફરજ બજાવતા ડો. પ્રબુદ્ધ એચ.આર. અધિકારીને પ્રોફોર્મા પ્રમોશન આપી કન્ઝર્વેટર તરીકે નિમણૂંક અપાઈ છે.Gujarat IFS Transfer માં અન્ય અધિકારીઓ જેમ કે ડો. ધીરજ મિત્તલને ભુજમાં અને ડો. મોહન રામને જૂનાગઢ સર્કલમાં કન્ઝર્વેટર તરીકે બઢતી સાથે નિમણૂંક આપવામાં આવી છે.
વધારાનો ચાર્જ અને અન્ય વિગતો
આ બદલી-બઢતીના ગંજીપામાં લુણાવાડાના ડેપ્યુટી કન્ઝર્વેટર નિશા રાજને પ્રમોશન આપી વડોદરા વર્કિંગ પ્લાનની જવાબદારી સોંપાઈ છે. વહીવટી સરળતા માટે, ગોધરાના ડેપ્યુટી કન્ઝર્વેટર ડો. પ્રિયંકા ગેહલોતને મહીસાગર ડિવિઝનનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આમ, Gujarat IFS Transfer દ્વારા રાજ્યના વન વિભાગના માળખામાં મોટા ફેરફાર કરીને અધિકારીઓને નવી અને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
| અધિકારીનું નામ | વર્તમાન/જૂનો હોદ્દો | નવો હોદ્દો (બદલી/બઢતી બાદ) |
| એસ. મણિસ્વરા રાજા | CCF, જૂનાગઢ સર્કલ | પ્રોજેક્ટ ડાયરેક્ટર, PMU-PERG, ગાંધીનગર |
| ડો. સંદીપકુમાર | CCF, કચ્છ-ભુજ | CCF, વડોદરા સર્કલ |
| ડો. અંશુમન શર્મા | કન્ઝર્વેટર, વડોદરા | CCF, કેવડિયા (બઢતી સાથે) |
| ડો. ધીરજ મિત્તલ | રાજ્ય સરકારમાં પરત | કન્ઝર્વેટર, ભુજ (બઢતી સાથે) |
| ડો. મોહન રામ | ડે. ડાયરેક્ટર, ગાંધીનગર | કન્ઝર્વેટર, જૂનાગઢ સર્કલ (બઢતી સાથે) |
| નિશા રાજ | DCF, લુણાવાડા | કન્ઝર્વેટર, વડોદરા વર્કિંગ પ્લાન (બઢતી) |
| ડો. પ્રબુદ્ધ એચ.આર. | કન્ઝર્વેટર (સેન્ટ્રલ ડેપ્યુટેશન) | CF (પ્રોફોર્મા પ્રમોશન) |
